Site icon

દહીંસરમાં ભાજપની પોલ-ખોલ યાત્રામાં આવ્યું વિધ્ન, શિવસેના-ભાજપ સામ-સામે બાખડી પડ્યાં.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ચેંબુરમાં ભાજપ(BJP)ની પોલ-ખોલ યાત્રા(Pol-Khol Champaign)માં તેમની મોબાઈલ વેન પર પથ્થરમારાના બનાવ હજુ તાજો છે ત્યા દહીંસર(Dahisar)માં સ્ટેજ બાંધવાને લઈને  બુધવારે શિવસેના(Shiv Sena) અને ભાજપના કાર્યકર્તા(BJP worker) સામ-સામે થઈ ગયા હતા. છેવટે પોલીસે વચ્ચે પડીને મામલો શાંત કરાવવો પડ્યો હતો.

Join Our WhatsApp Community

મુંબઈ મહાગનરપાલિકા (BMC Election)ની ચુંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી શિવસેના(Shivsena) સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે ભાજપે (BJP)સમગ્ર મુંબઈ(Mumbai)માં પોલ ખોલ યાત્રા(Pol-Khol Champaign) ચાલુ કરી છે. મંગળવારથી તેમનું આ અભિયાન ચાલુ થયું છે, તેના બીજા દિવસે દહીંસરમાં સ્ટેજ ઊભો કરવાને લઈને શિવસેના અને ભાજપ(Shiv Sena-BJP workers)ના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં રેલવે સ્ટેશનનું નામ ઉર્દૂમાં પણ લખાય છે. વિશ્ર્વાસ નથી થતો? જુઓ આ ફોટોગ્રાફ

શિવસેનાના ભુતપૂર્વ નગરસેવિકા શીતલ મ્હાત્રે(Sheetal Mhatre)એ ભાજપના સ્ટેજ બાંધવા સામે વિરોધ દર્શાવ્યો હતો. મામલો મારા-મારી સુધી પહોંચી ગયો હોવાનું કહેવાય છે. શિવસેના(Shiv sena)ના કાર્યકર્તાઓએ સ્ટેજ ઊભો કરવા નહીં દેતા ભાજપ ગિન્નાયો હતો. 

ભાજપની આ પોલખોલ યાત્રાને મંજૂરી મળે તે મે ભાજપના સ્થાનિક ધારાસભ્ય મનીષા ચૌધરીને પાલિકાની ઓફિસે મંજૂરી લેવા માટે દોડી જવાની નોબત આવી હતી. મામલો એટલી હદે બિચક્યો હતો કે પોલીસને આવીને મામલો શાંત કરવો પડ્યો હતો. પૂરા બનાવ બાદ ભાજપે કહ્યું હતું કે કોઈ પણ હિસાબે દહિસરમાં પોલ-ખોલ યાત્રા(Pol-Khol Champaign) કરીને જ જંપશુ.

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Mumbai Rain: મુંબઈને કાળા વાદળોએ ઘેર્યું, વીજળીના કડાકા સાથે ઉપનગરોમાં વરસાદ શરૂ, જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Exit mobile version