ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મુંબઈમાં એક સમયે કોરોનાનું હૉટ સ્પૉટ રહેલા ધારાવીમાં કોરોનાને નિયંત્રણમાં રાખવા મુંબઈ મહાનગરપાલિકાને સફળતા મળી છે. સતત 16 વખત ધારાવીમાં દિવસના એકેય કેસ નોંધાયા નથી. હવે ધારાવી વેક્સિનેશનમાં પણ આગળ નીકળી ગયું છે. ધારાવીમાં અત્યાર સુધી 1,02,489 લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. એથી ધારાવીમાં કોરોનાને રોકવામાં વેક્સિનેશન હજી મદદરૂપ થઈ રહેવાનું છે.
ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી અને અત્યંત ગીચ વિસ્તાર ધરાવે છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી, જેને કારણે અહીં કોરોના નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન 16 વખત ધારાવીમાં એક પણ કેસ નોંધાયો નહોતો.
