Site icon News Continuous Bureau | Mumbai

નકલી વેક્સિનેશન મામલે 11મી FIR થઈ; જાણો ઇન્વેસ્ટિગેશન અપડેટ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બોગસ વેક્સિનેશન પ્રકરણમાં મુંબઈમાં MIDC પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. મુંબઈની સાથે જ થાણેમાં એક, એમ કુલ  11 ગુના અત્યાર સુધી દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં સ્પેશિયલ ટીમે મુંબઈની એક મોટી હૉસ્પિટલના કર્મચારી સહિત ચારકોપની શિવમ્ હૉસ્પિટલના એક કર્મચારીની ધરપકડ કરી છે. એથી કુલ આરોપીની સંખ્યા 13 થઈ ગઈ છે.

કાંદિવલીની હીરાનંદાના હેરિટેજ બિલ્ડિંગમાં થયેલા બોગસ વેક્સિનેશન પ્રકરણમાં કાંદિવલી પોલીસ સ્ટેશનમાં પહેલો ગુનો દાખલ થયો હતો. આ પ્રકરણમાં મહેન્દ્ર સિંહ સાથે તેના પાંચ માણસોની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર મુખ્ય સૂત્રધારમાંનો એક છે. તેણે મુંબઈ સહિત થાણેમાં બોગસ વેક્સિનેશન કૅમ્પ યોજીને તગડી રકમ વસૂલી  હોવાની કબૂલતા કરી છે.

બોગસ વેક્સિનેશન પ્રકરણમાં એક-એક કરીને અત્યાર સુધી મુંબઈમાં ભોઇવાડા, બોરિવલી, આંબોલી, કાંદિવલી, સમતાનગર, અંધેરી MIDC અને થાણેના નૌપાડા પોલીસમાં 11 ગુના દાખલ થયા છે.

વધુ એક બનાવટી રસી કૌભાંડ બહાર આવ્યું; કાંદિવલી પૂર્વનો કિસ્સો, ૫૦૦ લોકો ઠગાયા, પરંતુ આજ દિવસ સુધી પોલીસ ફરિયાદ નહીં; જાણો વિચિત્ર કિસ્સો

ગુરુવારે મુખ્ય સૂત્રધારોમાંના એક રાજેશ પાંડેની પોલીસે બારામતીથી ધરપકડ કરી હતી, તો ચારકોપની શિવમ્ હૉસ્પિટલના વધુ એક કર્મચારીની પણ ધરપકડ કરી હતી. અત્યાર સુધી આ કેસમાં કુલ 13ની ધરપકડ થઈ છે.

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version