ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન 2021
મંગળવાર
કાંદિવલીમાં પોશ હાઉસિંગ સોસાયટીમાં 29 મેના કરવામાં આવેલા બોગસ વેક્સિનેશ કેમ્પમાં કથિત રીતે સંડોવાયેલા ડોકટરની આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
દિંડોશી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે ડો.મનિષ ત્રિપાઠીએ અરજી કરી હતી, જેમા તેણે કેસમાં મુખ્ય આરોપી હોસ્પિટલ હોવાનો દાવો કર્યો હતો. હોસ્પિટલના વગદાર અને રાજકીય સંબંધો ધરાવતા માલિકને પોલીસ છાવરી રહી હોવાનો આરોપ પણ આ ડોકટરે કર્યો હતો.
હોસ્પિટલના માલિક આ કેસમાં સંડોવાયા હોવાની દલીલ આ ડોકટરના વકીલે કોર્ટમાં કરી હતી. ડો.મનીષ ત્રિપાઠી કોર્ટમાં સરન્ડર કરવા પણ તૈયાર છે, પરંતુ તેના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. એવો આરોપ પણ તેના વતી તેના વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટે તેને જામીનની અરજીને ફગાવી દીધા હતા.