Site icon

શું મલાડનું માલવણી હવે મર્ડર હબ બની રહ્યું છે- છેલ્લા 3 દિવસમાં 3 હત્યા થઈ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગર(Mumbai western subrubs)માં આવેલા મલાડનો માલવણી(Malad malvani) વિસ્તાર ઉપરાઉપરી થયેલી હત્યાને પગલે મર્ડર હબ(Murder hub) બની ગયું હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર 3 દિવસમાં 3 હત્યા(Murder)ના બનાવને પગલે ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Community

માલવણી(Malvani)માં છેલ્લા 15 દિવસમાં ચાર હત્યા થઈ છે. મામૂલી કારણથી ગંભીર ગુના કહેવાતી હત્યા કરવાનું માલવણી પરિસરમાં વધી ગયું છે, તેથી સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ વ્યાપી ગયો છે. તો સ્થાનિક પરિસરમાં ગુનેગારોમાં પોલીસ(police)નો ડર  જ રહ્યો ન હોવાનું ભીતી પણ વ્યક્ત થઈ રહી છે.

માલવણીમાં 14 જુલાઈના પહેલી હત્યા હતી, જેમા મઢ આઈલેન્ડ(Madh Island)માં એક લોજમાં પ્રેમીએ પોતાની પ્રેમીકાની હત્યા કરી નાખી હતી. બીજો બનાવ 15 જુલાઈના બન્યો હતો. જેમાં પત્ની પાસે સૂવા દેતી ન હોવાને કારણે ગુસ્સે ભરાયેલા માથાભેર પતિએ પોતાની પત્ની માથામાં પથ્થર ટીચીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં પોલીસે પતિની ધરપકડ કરી છે. ત્રીજો બનાવ 16 જુલાઈના બપોરના 12.30 વાગે માલવણીના અંબોજવાડીમાં બન્યો હતો, જેમા 16 વર્ષના સગીર વયના આરોપીએ શૌચાલય જઈ રહેલા તૌફીક ખાન સાથે ઝધડો થયા બાદ ચાકુથી વાર કરીને તેની હત્યા કરી નાખી હતી. ચોથા બનાવ 29 જૂનના બન્યો હતો, જેમાં 25 વર્ષના દિયરે પોતાની ભાભીના બેકાર હોવાના અને નોકરી શોધવાના ટોણા સહન નહીં કરતા તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં તેને આત્મહત્યા બતાવવાનું કાવતરું રચ્યું હતું.  

આ સમાચાર પણ વાંચો : ચોમાસું સત્રની હંગામા સાથે થઇ શરૂઆત- લોકસભાની કાર્યવાહી બપોરના આટલા વાગ્યા સુધી સ્થગિત

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version