Site icon

ગજબ કેવાય- મુંબઈગરાઓએ એક જ વર્ષમાં શહેરમાં આટલા નવા કુવા બનાવી નાંખ્યા

News Continuous Bureau | Mumbai

મુંબઈને સાત જળાશયોમાંથી(reservoirs) પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતને(future needs) પહોંચી વળવા માટે ફક્ત આ જળાશયોના પાણી પર આધાર નહીં રાખતા પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે પાણીના અન્ય સ્ત્રોત(water sources) વાપરવા પર મુંબઈ મહાનગરપાલિકા(BMC) ભાર આપી રહી છે. તેથી દરેક નવા બાંધકામને વરસાદી પાણીનો(rain water) સંગ્રહ કરવા માટે કૂવા, બોરવેલ બનાવવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે. તે મુજબ છેલ્લા એક વર્ષમાં મુબઈમાં 815 નવા કૂવા, બોરવેલ, રીંગ વેલ બની  ગયા હોવાનું પાલિકાના  આરોગ્ય વિભાગ(Department of Health) અને બિલ્ડિંગ પ્રપોઝલ ખાતા પાસેથી મળેલા ડેટા પરથી જણાઈ આવ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં પીવાના પાણી ઉપરાંત અન્ય હેતુઓ માટે કુવાઓ દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.  2010માં પાણીની તીવ્ર અછત બાદ મુંબઈમાં કૂવાની સંખ્યા વધારવા અને અસ્તિત્વમાં રહેલા કુવાઓની મરામત અને સફાઈ (Repair and cleaning of wells) કરીને તેમાંથી પાણીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેથી, વરસાદી પાણીના સંગ્રહ હેઠળ, ટ્યુબવેલ અને રીંગવેલ(tube wells and ring wells) દ્વારા પાણીનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં આવે છે. જો કે, 5 ફૂટથી વધુ વ્યાસના નવા કૂવા ખોદવા માટે કોઈ પરવાનગી આપવામાં આવતી નથી. હાલના ખોદાયેલા કુવાઓના પ્રકરણમાં, આરસીસી સ્લેબવાળા જૂના કુવાઓ, ખોદવામાં આવેલા કુવાઓને સિમેન્ટ કોંક્રીટ (એચસીસી) કુવામાં રૂપાંતરિત કરીને પીવાલાયક હેતુઓ માટે પાણીનો ઉપયોગ કરવાની પરવાનગી છે.

આ સમાચાર પણ વાંચો :   મહારાષ્ટ્રના નંદુરબારને ગુજરાત સાથે જોડતો આ પુલ થયો ધરાશાયી- 50થી વધુ ગામોને થશે અસર

મ્યુનિસિપલ કોર્પોરેશનના(Municipal Corporations) જાહેર આરોગ્ય અને મકાન દરખાસ્ત વિભાગના ડેટા અનુસાર, મુંબઈમાં ગયા વર્ષે એટલે કે 2020-21માં કુલ કૂવાઓની સંખ્યા 18,096 હતી, જ્યારે વર્ષ 2021-22માં આ સંખ્યા 18,911 હતી અને એક એક વર્ષમાં 815 કૂવાઓનો વધારો જોવા મળી શકે છે. ખોદેલા કૂવાની સંખ્યામાં કોઈ વધારો થયો નથી પરંતુ ગયા વર્ષ જેટલો જ એટલે કે 4,638 છે. ગયા વર્ષે બોરવેલની સંખ્યા 11,805 હતી, હવે તે વધીને 12,561 થઈ ગઈ છે. રીંગવેલની સંખ્યા 1653 હતી તે હવે વધીને 1712 થઈ ગઈ છે. તેથી, આંકડાઓ પરથી જોઈ શકાય છે કે બોરવેલમાં 756 અને રીંગ વેલમાં 59 નો વધારો થયો છે.

 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version