Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મનપા પ્રશાસનનો રેઢિયાળ કારભાર : મલાડમાં એક મહિનાથી રસ્તા પરનો કાટમાળ જેમનો તેમ; જુઓ ફોટોગ્રાફ્સ અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર    
ભારોભાર ભ્રષ્ટાચારથી ખદબદતી મુંબઈ મહાનગરપાલિકાનું તંત્ર અત્યંત રેઢિયાળ છે. મલાડ (વેસ્ટ)માં મહિના પહેલાં રસ્તાને પહોળો કરવા દુકાનો તોડવામાં આવી હતી, એનો કાટમાળ હજી રસ્તા પર જેમનો તેમ પડી રહ્યો છે.
મલાડ (વેસ્ટ)માં રસ્તાને પહોળો કરવા માટે અનેક દુકાનો આડે આવી રહી હતી. ખાસ કરીને એસ. વી. રોડ પર નટરાજ માર્કેટ સામે લાંબા સમયથી રસ્તાને પહોળો કરવાના કામમાં વિલંબ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

ગયા મહિનામાં પાલિકા દ્વારા નટરાજ માર્કેટની આજુબાજુના વિસ્તારમાં રસ્તાને અડચણરૂપ રહેલી દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અઠવાડિયાની કામગીરીમાં અડચણરૂપ રહેલી દુકાનો તો તોડી પાડી, પણ કાટમાળ હજી રસ્તા પર ત્યાંનો ત્યાં પડી રહ્યો છે. સ્થાનિક દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત પાલિકા પ્રશાસનને આ બાબતે ફરિયાદ કરી છે. છતાં હજી સુધી રસ્તા પરનો કાટમાળ દૂર કરી શકાયો નથી, એથી લોકોને અહીં ચાલવામાં ભારે તકલીફ થઈ રહી છે. એમાં પણ રાતના સમયે અહીંથી પસાર થનારાને ખાસ સંભાળવું પડે છે. સ્થાનિક જાગ્રત નાગરિકોએ આ બાબતે સ્થાનિક વિધાનસભ્ય અસલ્મ શેખને પણ આ બાબતે ફરિયાદ કરી હતી. જોકે પાલિકાના બહેરા કાને વાત પહોંચી રહી નથી, એથી સ્થાનિક નાગરિકો ભારે નારાજ છે.

હાઈ કોર્ટમાં એક નાગરિકની અરજી; રસીકરણ ન થયેલાને પણ મુંબઈની લોકલમાં પ્રવાસની છૂટ આપો; કોર્ટે આવું કહી ઠપકાર્યો

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version