Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરા ફરી બેહાલ- બેસ્ટના કમર્ચારીઓએ કરી આ કારણથી હડતાલ- જાણો વિગત

46 MSRTC bus depots shut; transport body suffers losses worth Rs 13.25 crore

46 MSRTC bus depots shut; transport body suffers losses worth Rs 13.25 crore

News Continuous Bureau | Mumbai

વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા અનેક મુંબઈગરા(Mumbaikars)ને બેસ્ટના બસ(BEST Bus) સમયસર નહીં મળતા કામ પર પહોંચવામાં મોડું થયું હતું. બેસ્ટને બસ પૂરી પાડનારા ખાનગી કોન્ટ્રેક્ટરો(contractors)ના કર્મચારીઓએ અચાનક હડતાળ પર ઉતરી જતા સવારના મુંબઈ(Mumbai)ના અમુક રૂટ પર બસ બંધ થઈ ગઈ હતી.

Join Our WhatsApp Channel

ખાનગી કોન્ટ્રાક્ટર માતેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના બસ ડ્રાઈવરોએ હડતાળ પાડી છે. આ અગાઉ રવિવારે પણ વડાલા ડેપો(Wadala Depo)માં અન્ય કોન્ટ્રેકટરના ડ્રાઈવર કામ પર આવ્યો નહોતો, તેથી નિર્ધારિત 48 બસો દોડી શકી ન હતી.

 જોકે, બેસ્ટ વહીવટીતંત્રે મુસાફરોની સુવિધા માટે 29 બસો ચલાવી હતી. તેમજ સોમવારે પણ વડાલા ડેપોમાં નિર્ધારિત 63 બસો દોડી શકી ન હતી. તેથી સોમવારે પણ બેસ્ટ વહીવટીતંત્રે મુસાફરોની સુવિધા માટે 27 બસો ચલાવી હતી.

મળેલ માહિતી મુજબ ખાનગી કોન્ટ્રેક્ટરે તેના કર્મચારીઓને પગાર આપ્યો નહોતો. આ અગાઉ પણ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે કોન્ટ્રેક્ટરો દ્વારા તેમના કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા અને વેતન સમયસર ન મળવાના કારણે આ કોન્ટ્રાક્ટ કામદારોએ આંદોલન છેડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી-આટલા નિપજ્યા મોત-બચાવ કામગીરી જારી  

બેસ્ટના કાફલામાં પોતાની માલિકી સહિતની  લીઝ પર લીધેલી પણ બસ દોડાવવામાં આવે છે. બેસ્ટની પહેલ દ્વારા નિયુક્ત કરાયેલા છ કોન્ટ્રાક્ટરોએ લીઝ પરની બસો પૂરી પાડી છે, જે વિવિધ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. ભાડે લીધેલી બસમાં સંબંધિત કંપની દ્વારા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરની નિમણૂક કરવામાં આવી છે. આ ડ્રાઇવરોને છેલ્લા કેટલાક મહિનાઓથી સમયસર પગાર(salary) આપવામાં આવ્યો નથી, તેમ જ અન્ય માગણી પર પૂરી કરવામાં આવી નથી.  તેથી છેલ્લા કેટલાક મહિનાઓથી, કોન્ટ્રાક્ટ ડ્રાઇવરો તેમના વેતન અને પ્રોવિડન્ટ ફંડ(PF)ની માંગ માટે વારંવાર હડતાળ પર ઉતરી ગયા છે. આ જ મુદ્દે રવિવારે પણ ડ્રાઇવરોએ વિરોધ કર્યો હતો. જેના કારણે 48 બસો ડેપોમાંથી નીકળી શકી નથી.

 

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version