ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર
મુંબઈમાં 100 ટકા વેક્સિનેશન થયેલી સોસાયટીઓ, બિલ્ડિંગ તથા ઓફિસોને હવે “ફુલી વેક્સિનેટેડ”નો લોગો આપવામાં આવવાનો છે. એટલે કે આ ઈમારત,બિલ્ડિંગના તમામ રહેવાસીઓએ વેક્સિન લઈ લીધી હોવાનું બોર્ડ સંબંધિત પરિસરમાં મારવામાં આવશે. મુંબઈગરાને કોવિડ-19 વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા માટે તથા વેક્સિનેશન ઝડપી ગતિએ પૂરું થાય તે માટે રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે આ યોજના લાવ્યા છે.
વાહ! વીજ ગ્રાહકોને સમયસર વીજળીના બિલ ભરવા પ્રોત્સાહન આપવા બેસ્ટે અજમાવી આ યોજના; જાણો વિગત
બિલ્ડિંગના રહેવાસી તથા તેમના કામ કરનારા લોકોએ વેક્સિનનો બંને ડોઝ લીધો હશે તે જગ્યાએ “ફુલી વેક્સિનેટેડ”નો લોગો લગાડવામાં આવશે. આ લોગોને કારણે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન તો મળશે, તેમ જ કોરોના ફેલાવાનું જોખમ પણ ઓછું થશે એવો દાવો મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.