Site icon

મુંબઈમાં શાળા અને કૉલેજમાં બસ દ્વારા જનારા આટલા ટકા વિદ્યાર્થીઓ માર્ગ-અકસ્માતનો ભોગ બને છે, આ છે કારણો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં થતા માર્ગ-અકસ્માતમાં શાળા અને કૉલેજના 11% વિદ્યાર્થીઓ ભોગ બને છે. એમાં ધોરણ એકથી 12 સુધીના વિદ્યાર્થીઓ હોય છે. 'નૅશનલ સ્ટડી ઑન સેફ કમ્યુટ ટુ સ્કૂલ' વિષય પર Save life-સેવ લાઇફ ફાઉન્ડેશન તરફથી અભ્યાસ કરાયો છે. એમાં શાળા કે કૉલેજમાં જવા માટે માર્ગ પ્રવાસ કરનારા વિદ્યાર્થીઓની સુરક્ષાના પડકારોને પ્રકાશિત કર્યા છે.

આ અભ્યાસ દરમિયાન થયેલા સર્વેમાં 57% શાળાના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે સ્કૂલ-બસોમાં સીટ-બેલ્ટ નથી હોતા, જ્યારે 46% વાલીઓએ કહ્યું હતું કે સ્કૂલ-બસના ડ્રાઇવરો બેફામ ગાડી ચલાવે છે. સંપૂર્ણ દેશમાં 6% વિદ્યાર્થીઓ માર્ગ-અકસ્માતનો ભોગ બને છે. જ્યારે મુંબઈમાં 11% વિદ્યાર્થીઓના ઍક્સિડન્ટ થાય છે. 

ખરેખર ઘોર કળિયુગ! સાસુને સાપ કરડાવી દીધો; જાણો વિગતે

રોડ ટ્રાન્સપૉર્ટ અને હાઇવે મંત્રાલયે વર્ષ 2019માં માર્ગ-અકસ્માતના રજૂ કરેલા આંકડાઓ મુજબ દેશમાં 7%થી વધુ અકસ્માત 18વર્ષથી ઓછા લોકોના થયા હતા. રાષ્ટ્રીય સ્તરે આ આંકડો વર્ષ 2017થી 2019 દરમિયાન વધ્યો છે. વર્ષ 2017માં 18 વર્ષથી ઓછી વયના 9,408 બાળકોનાં મોત થયાં હતાં. જ્યારે વર્ષ 2019માં 11,168 બાળકો અકસ્માતનો ભોગ બન્યાં હતાં.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version