Site icon News Continuous Bureau | Mumbai

મહત્વના સમાચાર : જો આ કામ નહીં કરો તો શક્ય છે કે તમારું નામ મુંબઈ મહાનગરપાલિકાની ચુંટણી માટે ની મતદાર સૂચિમાંથી ગાયબ થઈ જાય.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈના રહેવાસીઓ જો મતદારયાદીમાં તમારો ફોટો નહીં હોય તો તમારું નામ મતદારયાદીમાંથી રદ થઈ શકે છે. અત્યાર સુધી મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ ઇલેકશન ઑફિસે ફોટો ન હોય એવા 1,18,000 મતદારોનું પંચનામું કર્યું છે. તેઓને 8 જુલાઈ, 2021 પહેલાં પોતના ફોટો રજૂ કરવાનો રહેશે. અન્યથા તેમનાં નામ મતદારયાદીમાંથી રદ કરી નાખવામાં આવશે, એવી જાહેરાત મુંબઈ સિટી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસરે કરી છે.

આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

ભારતમાં મતદારયાદીમાં ફોટોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ મુંબઈ સિટીમાં મતદારયાદીમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. તેમ જ અચૂક મતદારયાદી કરવા માટે 1 જાન્યુઆરી, 2021 સુધી પાત્રતા ધરાવતા લોકોના ઘરની મુલાકાત લેવામાં આવી હતી. મુંબઈમાં વખતોવખત મતદારોના ફોટોગ્રાફ લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છતાં અનેક મતવિસ્તારની યાદીમાં મતદારનો ફોટો નથી. તેથી મતદારને તેમના ફોટો તુરંત તેમના વિસ્તારમાં રહેલી મતદાન ઑફિસમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. ફોટોગ્રાફ વગરના લોકોની યાદી તેમના મતદાન કેન્દ્ર અને મુંબઈ સિટી કલેક્ટરની ઑફિસની www.nic.in  પર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Mumbai Metro Line 4 Driverless Train મુંબઈ મેટ્રો લાઇન ૪ અને ૪A પર દોડશે પહેલી ડ્રાઇવરલેસ ટ્રેન એલ્સ્ટોમે બતાવી પહેલી ઝલક, જાણો રૂટ અને આધુનિક ફીચર્સ
BMC Clears Hill Road Footpath પશ્ચિમ બાંદ્રાના વ્યસ્ત હિલ રોડ માર્કેટમાં પાલિકાનું બુલડોઝર ફર્યું; ફૂટપાથ રોકીને ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Mumbai Police Massive Drug Bust મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મેગા સ્ટ્રાઇક ૧૩૦થી વધુ આરોપીઓની ધરપકડ, ₹૧૫.૮૭ કરોડનો નશીલો પદાર્થ જપ્ત
Freeway Pillar Framework Collapse ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ નજીક મોટી દુર્ઘટના એલિવેટેડ ફ્રીવેના પિલરનું લોખંડી ફ્રેમવર્ક ચાલતી કેબ પર તૂટી પડ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
Exit mobile version