Site icon

શરમ કરો મહાનગર પાલિકા,દોઢ કરોડ વસ્તી સામે માત્ર 200 હૉસ્પિટલ; જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

મુંબઈની વસતિ દિવસે ને દિવસે વધી રહી છે. એની સામે શહેર અને ઉપનગરમાં હૉસ્પિટલની સંખ્યા બહુ ઓછી હોવાની ચોંકાવનારી વિગત હાલમાં જ બિનસરકારી સંસ્થા પ્રજા ફાઉન્ડેશનના અહેવાલમાં બહાર આવી છે. નૅશનલ બિલ્ડિંગ કોડ મુજબ 15,000ની લોકસંખ્યા સામે એક હૉસ્પિટલની આવશ્યકતા હોય છે. એ મુજબ મુંબઈમાં 585 હૉસ્પિટલની ગરજ છે, પંરતુ એની સામે માત્ર 199 સરકારી અને પાલિકાની હૉસ્પિટલ છે.

K-વેસ્ટ, P, S, અને T વૉર્ડમાં એક લાખથી વધુ વસતિ સામે સરેરાશ માત્ર એક જ હૉસ્પિટલ છે. મુંબઈના આરોગ્ય પાછળ પાલિકા અધધધ કહેવાય એમ 39,000 કરોડના બજેટમાંથી આરોગ્ય પાછળ માત્ર 12 ટકા ખર્ચે છે.

પ્લૅટફૉર્મ ટિકિટના દર ફરી વધી ગયા, જાણો નવી કિંમત અને નિયમો અહીં..

S વૉર્ડમાં આઠ તો N વૉર્ડમાં 9 હૉસ્પિટલ છે. આ વિસ્તારોમાં 60 ટકાથી વધુ વસતિ ઝૂંપડપટ્ટીમાં છે. એને હાલ અહીં રહેલી હૉસ્પિટલની સંખ્યા એની સામે ઓછી કહેવાય.

187 સરકારી હૉસ્પિટલમાંથી 15 હૉસ્પિટલ 14 કલાક ચાલુ હોય છે, તો બાકીની 170 હૉસ્પિટલ 7 કલાક ચાલુ હોય છે. R-નૉર્થ, M-વેસ્ટ, P-સાઉથ, L, P-નૉર્થ, L, N, S વૉર્ડમાં 50 ટકાથી વધુ વસતિ ઝૂંપડપટ્ટીમાં છે.  છતાં આ વૉર્ડમાં સરેરાશ 8 હૉસ્પિટલ છે.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version