Site icon News Continuous Bureau | Mumbai

સરકારની લાપરવાહી : ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશનને કારણે વેક્સિનેશન કૅમ્પમાં થાય છે ભીડ, શું આ જગ્યા કોરોના ફેલાવવાનું સ્થળ બનશે? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈમાં 30થી 40 વર્ષના એજ ગ્રુપના નાગરિકોને વેકિસન આપવા માટે ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. સરકારના ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશનના આ નિર્ણયથી વેક્સિનેશન ઝડપી થશે કે નહીં એની ખબર નથી, પંરતુ એને પગલે વેક્સિનેશન સેન્ટરમાં ભારે ભીડ થઈ રહી છે. જે કોરોના ફેલાવવા માટે કારણભૂત બની શકે છે. એટલું જ નહીં, પણ વેક્સિનનો સ્ટૉક ઓછો હોવાથી મોટા ભાગના લોકોને વેક્સિન લીધા વગર પાછા ફરવું પડી રહ્યું છે. 

મુંબઈગરો સાવચેત રહેજો, શહેરમાં કોરોના પોઝિટિવ રેટ ઘટયો તેમ છતાં નવા કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા 

કોવિન-ઍપ પર રજિસ્ટ્રેશનમાં અનેક અડચણો આવી રહી છે, પરંતુ એમાં પહેલાંથી ઍપૉઇન્ટમેન્ટ લીધી હોવાથી સેન્ટર પર ભીડ ઓછી રહેતી હોય છે. હવે મુંબઈ પાલિકાએ પણ મુંબઈમાં 3 દિવસ ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન એટલે કે સીધા સેન્ટર પર આવીને રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લેવાની સગવડ ચાલુ કરી છે. જોકે હાલ અનેક સેન્ટર પર 30થી 40 વર્ષના લોકોની સાથે જ 18થી 44 વર્ષના લોકોને પણ વેક્સિન આપવાની ઝુંબેશ ચાલી રહી  છે. આ બંને એજ ગ્રુપના માટેની ઝુંબેશને કારણે સેન્ટરો પર ભારે ગરબડ જોવા મળી રહી છે. એને કારણે વેક્સિનેશન સેન્ટર પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ ઊમટી રહી છે. જેને હૅન્ડલ કરવું સ્ટાફને ભારે પડી રહ્યું છે. વેક્સિન ઓછી હોવાથી અનેક લોકોને વીલા મોઢે પાછા ફરવાની પણ નોબત આવી રહી છે.

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version