Site icon

કોરોનાના ભરડામાં મુંબઈના ડોકટરો, સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોકટરનું ટેન્શન વધ્યું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,6 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

 ગુરુવાર.

કોરોનાનો ચેપ એટલા ઝડપથી ફેલાઈ રહ્યો છે, કે તેમાંથી સરકારી અને મુંબઈ મહાનગરપાલિકાના અને ખાનગી હોસ્પિટલોના ડોકટરો પણ બચી શકયા નથી. હોસ્પિટલમાં દર્દીઓની  સારવાર કરનારા ડોકટરોમાં કોરોનાનું પ્રમાણ વધી ગયું છે, તેનાથી આરોગ્ય સેવાને ગંભીર અસર થવાની શક્યતા છે.
રેસિડન્ટ ડોકટરોનું પ્રતિનિધિત્વ કરતા માર્ડના જણાવ્યા મુજબ કોરોનાનો ચેપ લાગેલા ડોકટરોને આઈસોલેટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેને કારણે ઓપીડી સહિત વોર્ડમાં ડોકટરોની અછત નિર્માણ થઈ છે. 

હાલ મુંબઈ મહાગનગર પાલિકા સંચાલિત કે.ઈ.એમ. હોસ્પિટલમાં 136 ડોક્ટર્સ સહિત મેડિકલ સ્ટુડન્ટ અને રેસિડેન્ટ ડોકટરો, એ સિવાય નાયરમાં 45 અને સાયન હોસ્પિટલના 80, જે.જે. હોસ્પિટલના 73, કૂપરના સાત રેસિડેન્ટ ડોકટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તમામ ડોકટરોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં આટલા પોલીસ થયા પોઝિટિવ, અત્યાર સુધી આટલાના થયા મોત; જાણો વિગત

રાજયમાં હાલ કુલ ક્ષમતાના 60 ટકા ડોકટરો જ ફરજ પર છે, તેમાં મોટાભાગના ડોકટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે, તેથી આરોગ્ય યંત્રણા પણ બોજો આવી પડ્યો છે. ડોકટરોની અછત સર્જાવાની અસર ઓપીડીમાં જણાઈ રહી છે. 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version