Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર : સ્પુટનિક રસી મુંબઈ પહોંચી ગઈ. ખરાબ સમાચાર : પ્રાઇવેટ હોસ્પિટલમાં છે પણ મુંબઈ મહાનગર પાલિકા પાસે નથી. જાણો વિચિત્ર કારભાર…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 13 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

મુંબઈ મહાનગરપાલિકા રશિયાની સ્પૂતનિક 5 વેક્સિન મેળવવા માટે લાંબા સમયથી ફાંફાં મારી રહી છે. ભારે પ્રયાસ બાદ પણ હજી સુધી તે આ વેક્સિન મેળવી શકી નથી. એની સામે મુંબઈની અમુક ખાનગી હૉસ્પિટલોમાં સ્પૂતનિક 5 વેક્સિન આપવાનું ચાલુ થઈ ગયું છે.

પાલિકાનું રેઢિયાળ તંત્ર ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું છે. મુંબઈમાં અત્યાર સુધી 61,15,929 લોકોને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. એમાં પહેલો અને બીજો ડોઝ લેનારા બંનેનો સમાવેશ થાય છે. હાલ મુંબઈમાં સરકારી તથા પાલિકાના વેક્સિનેશન સેન્ટર પર કોવિશીલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી છે. અમુક ખાનગી હૉસ્પિટલમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની સાથે જ સ્પૂતનિક 5 વેક્સિન પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી મુંબઈમાં સ્પૂતનિકના 4,939 ડોઝ આપવામાં આવ્યા છે. આ તમામ ડોઝ ખાનગી હૉસ્પિટલમાં જ આપવામાં આવ્યા છે.

રેઢિયાળ કારભાર! સરકાર અને BMCની બેદરકારીનો ભોગ બની કાંદિવલીની આ મહિલા, ફેક વેક્સિનેશન બાદ હવે કોરોના પૉઝિટિવ; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ મોટા પાયા પર સ્પૂતનિક વેક્સિન મેળવવા માટે વૈશ્વિક સ્તરે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. પાલિકા લગભગ 1 કરોડ સ્પૂતનિક વેક્સિન લેવાના પ્રયાસમાં હતી. તેમના ટેન્ડર બહાર પાડ્યાં બાદ 9 કંપનીઓ આગળ આવી હતી. પાલિકાએ મોટા પાયા પર જૂન મહિનામાં તેમને સ્પૂતનિક વેક્સિન મળી જશે અને તેઓ લોકોને આ વેક્સિન આપવાનું ચાલુ કરી દેશે એવી જાહેરાત કરી હતી. જોકે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ચાલી રહેલી સ્ક્રૂટિનીમાં તમામ કંપનીઓ નિષ્ફળ ગઈ હતી. એક પણ કંપની  સીધી રીતે સ્પૂતનિકનું ઉત્પાદન કરનારી કંપની સાથે જોડાયેલી નહોતી. એથી પાલિકાના વૈશ્વિક ટેન્ડરનું સુરસુરિયું થઈ ગયું હતું.

પાલિકા હજી સુધી સ્પૂતનિક મેળવી શકી નથી. એની સામે મુંબઈમાં ખાનગી હૉસ્પિટલોમાં  સ્પૂતનિક આપવામાં આવી રહી છે, તો પાલિકાને કેમ સ્પૂતનિક નથી મળી રહી?  એવો સવાલ કરવામાં આવતાં પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે પાલિકા સરકારી સંસ્થા ગણાય છે. તમામ  નિયમ અને કાયદા હેઠળ તેણે ટેન્ડરિંગ પ્રક્રિયા વગેરે પૂર્ણ કરીને જ વેક્સિન ખરીદી શકે છે. માર્કેટથી એ ઊંચા ભાવે મનફાવે એમ વેક્સિન ખરીદી શકતી નથી. એની સામે ખાનગી હૉસ્પિટલો માર્કેટથી ઊંચા ભાવે વેક્સિન ખરીદીને એ નાગરિકોને ઊંચા ભાવે આપી શકે છે. સ્પૂતનિક વેક્સિન ખરીદવા માટે રશિયાની ઉત્પાદક કંપની સાથે પાલિકાની ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવાશે.

ભારે કરી આ ફોટોગ્રાફરે! ગેટવે ઑફ ઇન્ડિયા સ્થિત પાણીમાં પડેલી મહિલાને બચાવવા લીધું આ પગલું, સૌ કોઈ ચોંકી ગયા; જાણો વિગત

Puran Poli Vande Bharat Sleeper વંદે ભારત સ્લીપરના મેનૂમાં હવે પુરણપોળી? રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવાની વિચારણા તેજ
Navi Mumbai Airport Job Scam નવી મુંબઈ એરપોર્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરીના નામે ₹૨૨.૬૩ લાખની ઠગાઈ કાકાભત્રીજા ફરાર, પોલીસ તપાસ શરૂ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Sanjay Gandhi National Park Mumbai સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અસરગ્રસ્તોનો મામલો પુનર્વસન મુદ્દે પ્રકાશ સુર્વેએ કાઢ્યો વિરોધ મોરચો
Exit mobile version