ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્માં ગુલાબ સાયકલોનને લીધે ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડે છે. તેથી પુણે, નાશિક વગેરે ઠેકાણેથી મુંબઈમાં આવનારાં શાકભાજીનો પુરવઠો ઘટી ગયો છે. રોજની સરખામણીએ માલ ઓછો આવી રહ્યો છે. આ વાત કહીને મુંબઈના રિટેલ શાકભાજી વિક્રેતા ગ્રાહકોને બમણા ભાવે શાકભાજી વેંચી રહ્યા છે. લીંબુ, મરચા, ફ્લાવર, ભીંડા, રીંગણાં બધાના ભાવ હોલસેલ કરતા લગભગ બે ગણા કરીને રિટેલ બજારમાં વેંચાઈ રહ્યા છે.
મારા એક મતથી વી પી સિંહ ની સરકાર પડી ગઈ હતી. મને ભડકાવો નહીં. ભાજપના આ સાંસદે આપી ગંભીર ચેતવણી.
વાવાઝોડા કે વરસાદને કારણે મુંબઈમાં આવતા શાકભાજીના પુરવઠાને કોઈ અસર નથી થઈ. જો વિક્રેતાઓ એવું કહેતા હોય તો ખોટું બોલે છે. તેમણ ભાવમાં ૧૦થી ૧૫ ટકા વધાર્યા છે. રીટેલ શાકભાજીના વેચાણ પર કોઇ નિયંત્રણ નથી એટલે તેઓ મનફાવે એવા ભાવ ગ્રાહકો પાસેથી લે છે. બાકી હોલસેલ બજારમાં મુંબઈગરાઓએ શાકભાજીના ભાવ હજી વધશે એવી ચિંતા કરવાની જરૂર નથી. તેવું એપીએમસી વેજીટેબલ માર્કેટના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ શંકર પિંગલેએ જણાવ્યું હતું.