ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. એથી મધ્યમ વર્ગના લોકોના રસોડામાંથી શાકભાજી ગાયબ જ થઈ ગઈ છે અને કઠોળ ખાઈને ચલાવી રહ્યા છે. અકાળે વરસાદ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે મોંઘવારી દિવાળી પહેલાં આકાશને આંબી ગઈ છે. ભાજીઓના દરમાં 10થી 12 ટકાનો વધારો થયો છે.
કાંદાના ભાવ 60 રૂપિયા કિલો, ટમેટાં 50 રૂપિયા કિલો થઈ ગયાં છે. કોથમીરની એક ઝૂડી 80 રૂપિયામાં વેચાય છે. 60થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા વટાણા હાલમાં 200થી 240 રૂપિયા કિલોના ભાવે મળે છે. મરચાં, ગવાર, કોબી, ભીંડા, શિમલા મરચાંનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, તો ગાજર, ફ્લાવર, કારેલાંનો ભાવ 80 રૂપિયા થઈ ગયો છે.
