Site icon News Continuous Bureau | Mumbai

ખબરદાર!! રસ્તા પર ગમે ત્યાં શ્વાનોને ખાવાનું આપ્યું તો. શ્વાનો માટે BMCએ લીધો આ નિર્ણય…. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં(Mumbai ) રખડતા શ્વાનો(Stray dogs) ને ગમે ત્યાં ખાવાનું આપવાને કારણે જે-તે સ્થળ તો ગંદા થાય છે પણ સાથે જ ત્યાં ભેગા થતા શ્વાનોને કારણે લોકોને તેનો ત્રાસ પણ થાય છે. તેથી મુંબઈમાં રસ્તે રખડતાં શ્વાનના ઉપદ્રવને ટાળવા માટે હવે પ્રત્યેક વોર્ડમાં ''સ્ટ્રીટ ડોગ ઈટિંગ સ્પોર્ટ''(Street Dog eating spot) રહેશે.

Join Our WhatsApp Channel

BMC કમિશનર(BMC commissioner) દ્વારા દરેક વોર્ડમાં ''સ્ટ્રીટ ડોગ ઈટિંગ સ્પોર્ટ'' નક્કી કરવાનો આદેશ તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને(Assistant comissioner) આપવામાં આવ્યો છે. આ સંબંધેની પ્રશાસન દ્વારા નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. આ નિયમાવલીમાં કયા સમયે અને કયો ખાદ્યપદાર્થ(Food) નાખવો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં ભટકતા શ્વાનની સંખ્યા લગભગ ૩ લાખ હોવાનો અંદાજ છે. આ શ્વાનોને લીધે રસ્તા પરથી આવતા જતાં નાગરિકો તથા સ્કૂટરો સવારને રાતના સમયે જીવ મૂઠીમાં રાખીને જવું પડે છે કારણ કે શ્ર્વાન તેમની પાછળ પડી જાય છે.

આ સમાચાર પણ વાંચો : હાઉસિંગ સોસાયટી સામે ફરિયાદ છે? પહોંચી જાવ પોલીસ સ્ટેશનમાં. મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

હકીકતમાં રખડતા શ્વાનો(Street dogs) માટે ખાદ્ય પદાર્થ ગમે ત્યાં ફેંકવામાં આવતા હોવાને કારણે  જે-તે એરિયામાં શ્વાનનો ઉપદ્રવ વધી જાય છે. 

હવે આવા શ્વાન માટે ખાદ્ય પદાર્થ ગમે ત્યાં નહીં નાખવા માટે પાલિકા ખાસ નિયમાવલી તૈયાર કરી છે. પાલિકાએ નિશ્ચિત કરેલી જગા પર જ શ્વાન માટે નક્કી કરેલા સમયે ખાદ્ય પદાર્થ મુકવા એવી અપીલ પ્રાણી પ્રેમીઓને(Animal lovers) કરવામાં આવી હોવાનું પાલિકા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે.

 

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version