ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021.
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી શાસન કરનારી સત્તાધારી શિવસેના મુંબઈના રસ્તા પરના ખાડા પૂરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ચોમાસું પૂરું થઈ ગયું છે, છતાં રસ્તા પરના ખાડા જેમના તેમ છે. ત્યારે પુણેમાં રસ્તા પરના ખાડા પૂરવા માટે શિવસેનાએ પુણે મહાનગરપાલિકાની સત્તાધારી પાર્ટી ભાજપ સામે આંદોલન કરીને રસ્તા પરના ખાડાઓનું નામકરણ કર્યું હતું.
પુણેના અભિનવ ચોકથી ટિળક રોડ પરની ન્યૂ ઈંગ્લિશ સ્કૂલ સુધી રસ્તા પર બળદગાડી ચલાવી હતી તથા રસ્તાઓ પર પડેલા ખાડાઓને નારાયણ રાણે ખડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ ખાડો, ચંદ્રકાંત પાટીલ ખાડો જેવા નેતાઓના નામ આપ્યા હતા.

