Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો… મુંબઈગરા છે જે સુધરવાનું નામ લેતા નથી. એક જ દિવસમાં આટલા મોટરિસ્ટો ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા પકડાયા; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં બે જવાબદારી પૂર્વક વાહન ચલાવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ટ્રાફિક પોલીસે ખાસ ઝુંબેશ ધરી હતી. જે હેઠળ મુંબઈમાં ફક્ત એક જ દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાના 6401 કેસ નોંધાયા હતા. 

Join Our WhatsApp Channel

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ મુંબઈગરાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. એ સાથે જ ટ્રાફિક પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી, જેમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનારાઓની સાથે જ ખોટી દિશામાં વાહન ચલાવનારા કુલ 35 સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ, હવે લોકલ ટ્રેન ક્યાં પહોંચી તેનું લોકેશન જાણી શકશે. રેલવે લાવી રહી છે આ યોજના.. જાણો વિગતે

મુંબઈમાં ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ ઉપનગરમાં સૌથી વધુ કાર્યવાહી થઈ હતી. વનવે માં વાહન હંકારનારા 564 સામે પગલાં લેવામાં આવ્યા હતા. હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવનારા 2,864 લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો. સીટ બેલ્ટ વગરના 658 કેસ નોંધાયા હતા. નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવાના 2,047 કેસ નોંધાયા હતા.

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version