ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
બરાબર એક વર્ષ પૂર્વે 11 માર્ચ 2020 ના રોજ મુંબઈ શહેરમાં કોરોના નો પહેલો પોઝિટિવ પેશન્ટ મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના સામે લડવા માટે 1,600 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કુલ મળીને 35 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 3,37,323 કોરોનાના દર્દીઓ મળી આવ્યા.
ગત વર્ષ દરમિયાન મુંબઇ શહેરના ૩૬ ટકા લોકોને કોરન્ટીન રહેવું પડ્યું.
મુંબઈ શહેરમાં કુલ 3,13,343 લોકોના મુક્ત થયા. જ્યારે કે 11,511 લોકોએ પોતાનો જીવ ખોયો. આજની તારીખમાં મુંબઈ શહેરમાં 11,379 સક્રિય કેસ છે. જેમાંથી 313 લોકો ગંભીર રીતે બીમાર છે.
કોરોનાઃ શું ફરીથી દેશ લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે? ૮૫ ટકા કેસ માત્ર ૮ રાજ્યો માં છે. જાણો વિગત
આમ છેલ્લા એક વર્ષમાં મુંબઈ શહેર એ ઘણું સહન કર્યું છે.