Site icon News Continuous Bureau | Mumbai

માલવણી હોનારત મામલે હાઈ કોર્ટે પાલિકા અને રાજ્ય સરકારનો ઊધડો લીધો; કર્યો ન્યાયિક તપાસ કરવાનો આદેશ, જાણો વિગત

Daughter still has right to family property, even if she has been given dowry: HC

જો દીકરીને દહેજ આપવામાં આવ્યું હોય તો પછી પરિવારની મિલકતમાં તેનો ભાગ ખરો? હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

માલાડના માલવાણીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં 8 બાળકો સહિત કુલ 12 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાની ગંભીર નોંધ લેતાં બૉમ્બે હાઈકોર્ટે પાલિકા સાથે રાજ્ય સરકારની પણ ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે આ મામલાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો અને મુંબઈ અને એની સાથે સંકળાયેલ વિવિધ પાલિકાઓને ચેતવણી આપી હતી કે, ભવિષ્યમાં ફરીથી આ પ્રકારનો અકસ્માત ન સર્જાય.

માલવણીમાં 10 જૂનની રાત્રે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. છેલ્લા એક મહિનામાં મુંબઈમાં આવી 4 ઘટનાઓ બની છે. એમાં 24 લોકો માર્યા ગયા અને 23 લોકો ઘાયલ છે. આની નોંધ લેતાં મુંબઈ હાઈ કોર્ટે આજે સુઓમોટો અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે રાજ્ય સરકાર અને પ્રશાસનને સવાલ કર્યો હતો કે આ ઘટના માટે કોણ જવાબદાર છે. જવાબદાર નાગરિકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે  “તમે લોકોની જિંદગી સાથે રમી રહ્યા છો અને આવી ઘટનાઓને અમે અવગણીશું નહીં.”

એ સમયે, એમિક્સ ક્યુરી (કોર્ટના મિત્ર) ઍડ્. શરણ જગતિયાનીએ પોતાનો કેસ રજૂ કરતાં અદાલતને જણાવ્યું હતું કે જમીન જિલ્લા કલેક્ટરના અધિકારક્ષેત્ર હેઠળ છે અને એના પર બાંધકામો કરવામાં આવ્યાં છે. જોકે વહીવટીતંત્ર અહીં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાની જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યું છે. સુનાવણી દરમિયાન હાજર સોલિસિટર જનરલ અનિલસિંહે કહ્યું કે “માલવણીમાં 75 ટકા બાંધકામો અનધિકૃત છે.”

બોરીવલી નું સંજય ગાંધી નેશનલ પાર્ક હવે પ્રવાસીઓ માટે આ દિવસથી ખુલ્યું. આ સમય દરમિયાન પ્રવેશ મળશે. જાણો વિગત.

ઉલ્લેખનીય છે કે આ દલીલ બાદ હાઈ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ બાંધકામો કોને માટે અધિકૃત કરવામાં આવી રહ્યાં છે એ અંગે પૂછતાં ખંડપીઠે વિવિધ પાલિકાઓને ત્યાંનાં અનધિકૃત બાંધકામો વિશે માહિતી મેળવવા જણાવ્યું હતું. દરમિયાન, અકસ્માતમાં 12 લોકોનાં કમનસીબે થયેલાં મોતને અવગણી શકાય નહીં. આથી હાઈકોર્ટે આ મામલે ન્યાયિક તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને તપાસનો રિપોર્ટ 24 જૂન સુધીમાં રજૂ કરવા સૂચના આપી હતી.

Mumbai Rain Water મુસળધાર વરસાદથી મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં ૮૩ ટકા પાણીનો જથ્થો જમા, જાણો એક ટકા પાણી કેટલા દિવસ ચાલે?
Illegal Foreign Couple Arrested In Mahim માહિમમાંથી ૨૦ વર્ષથી ગેરકાયદે રહેતું વિદેશી દંપતી ઝડપાયું સાયબર તપાસથી ખૂલી પોલ
Gold Smuggling At Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈનો મોટો સપાટો ૨૩.૬૩ કરોડનું સોનું જપ્ત અને ૮ની ધરપકડ
Mumbai Press Club Election મુંબઈ પ્રેસ ક્લબની ચૂંટણીમાં ‘સેવ ધ પ્રેસ ક્લબ એલાયન્સ’નો ભવ્ય વિજય; સુરેન્દ્ર પી. ગંગાન પ્રમુખ તરીકે ચૂંટાયા
Exit mobile version