ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
મીરા-ભાયંદર માં સરેરાશ 65 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ તમામ વય જૂથોના 65 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 49 ટકા લોકોને બીજો ડોઝ મળ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 7,47,444 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી 5,00,195 લોકોને પ્રથમ ડોઝ અને 2,47,249 લોકોને બીજો ડોઝ મળ્યો છે.
ખાસ વાત એ છે કે 31 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર (એક મહિના) વચ્ચે 1.5 લાખ લોકોને રસી આપવામાં આવી છે.