Site icon

લ્યો બોલો, શિવસેનાના આ નગરસેવકના ઘરે 24 કલાક બાદ પણ ઈન્કમટેક્સની છાપામારી ચાલુ.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

શનિવાર,

શિવસેના નગરસેવક અને સ્થાયી સમિતિના અધ્યક્ષ  યશવંત જાધવના ઘરે 24 કલાક વીતી ગયા હોવા છતાં, આવકવેરા વિભાગ હજુ પણ છાપામારી ચાલુ જ રાખી છે. શુક્રવારે સવારથી આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રોષે ભરાયેલા શિવસૈનિકોએ આવકવેરા વિભાગની આ ધાડ  સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઇન્કમટેક્સ વિભાગની આ ધાડ સામે શિવસૈનિકોએ વિરોધ કર્યો છે. આવકવેરા અધિકારીઓ યશવંત જાધવના ઘરે 24 કલાકથી વધુ સમયથી તપાસ કરી રહ્યા છે. જેના વિરોધમાં શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક પોલીસે તેમને શાંત પાડ્યા હોવા છતાં શિવસૈનિકો યશવંત જાધવના ઘરની બહાર ગઈ રાતથી જ બેઠા છે. આવકવેરા વિભાગે શુક્રવારે સવારે યશવંત જાધવના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.

યશવંત જાધવને ઘરમાંથી કાઢી મૂકવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. તેથી મઝગાંવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

મેટ્રો કાર શેડની જગ્યાને લઈ ફરી વિવાદ, પર્યાવરણપ્રેમીઓએ ફરી ચડાવી બાંયો; જાણો શુ છે સમગ્ર મામલો

જાન્યુઆરીમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના પર મુંબઈમાં કોવિડ સેન્ટરના નિર્માણમાં મોટું કૌભાંડ કરવાનો આરોપ હતો. સોમૈયાએ જાધવ પર મની લોન્ડરિંગના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આવકવેરા વિભાગને પુરાવા પણ મળી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

દરમિયાન, આવકવેરા વિભાગે આગામી નગરપાલિકાની ચૂંટણી પહેલા શિવસેનાના નેતા યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા છે. પાલિકામાં શિવસેનાના ગજાવર નેતા તરીકે ઓળખતા યશવંત જાધવની સામેની આ રેડને કારણે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અસર વર્તવાની શક્યતા છે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version