Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં બાળકોના વેક્સિનેશન માટે BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર.

મુંબઈમાં ત્રણ જાન્યુઆરી 2022થી 15થી 17 વર્ષના એજ ગ્રુપ બાળકોનું વૅક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી બાળકોના વૅક્સિનેશનને મોળો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાઈ આવ્યું છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાએ બાળકોના વૅક્સિન આપવા માટે વૅક્સિનેશન સેન્ટરમાં અલાયદા બુથ ઊભા કરવાનો નિર્ણય લીધો છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી! શહેરમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ સામે આવ્યા; જાણો આજના તાજા આંકડા 

મુંબઈ મહાનગર પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ મુંબઈમાં હજી બાળકોના વૅક્સિનેશનને ઓછો પ્રતિસાદ મળ્યો છે.  તેથીપાલિકા દ્વારા નાગરિકોને તેમના બાળકોને વૅક્સિન આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેથી વધુને વધુ લોકો આગળ આવશે એવું અનુમાન છે. તેથી અત્યાર સુધી નવ સેન્ટરમાં બાળકોનું વૅક્સિનેશન ચાલુ હતું, તે હવે મુંબઈમાં 350 સેન્ટર પર વૅક્સિન માટે સ્વતંત્ર બુથ ઊભા કરવામાં આવવાના છે.

પાલિકા એ સિવાય સ્કૂલ, કોલેજ અને જયાં વસતી વધુ હોય તેવા વિસ્તારમાં કેમ્પનું આયોજન કરીને બાળકોને વૅક્સિન આપવાની યોજના બનાવી રહી છે.

 

Mumbai Police Returns Stolen Property મુંબઈ પોલીસે ₹૧.૭૩ કરોડથી વધુનો ચોરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો…
Vikhroli Fatal Bike Accident મુંબઈના વિક્રોલીમાં બાઇક સ્લીપ થતાં ૧૯ વર્ષીય યુવાનનું કરુણ મોત ગણેશ દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
Juhu Beach Missing Toddler Reunited જુહુ ચોપાટી પર ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન મુંબઈ પોલીસની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
Mumbai Metro Line Morning Block મુંબઈ મેટ્રો લાઇન ૨A, ૭ અને ૯ પર ૧૦ દિવસનો સવારનો બ્લોક ૩ નવા સ્ટેશનોના ઈન્ટિગ્રેશન માટે સેવાઓ પ્રભાવિત
Exit mobile version