Site icon

મોટી દુર્ઘટના ટળી, ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરનું મુંબઈ દરિયાકાંઠે થયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેવી છે ક્રૂ મેમ્બરની હાલત..

Indian Navy ALH, on a routine sortie off Mumbai, ditched close to the coast.

મોટી દુર્ઘટના ટળી, ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરનું મુંબઈ દરિયાકાંઠે થયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેવી છે ક્રૂ મેમ્બરની હાલત..

News Continuous Bureau | Mumbai

ભારતીય નૌકાદળના એક હેલિકોપ્ટરે મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. જોકે રાહતની વાત છે કે ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે.
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના કારણે તેને પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. નૌકાદળના પેટ્રોલિંગ જહાજ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીના પરિણામે ત્રણ ક્રૂ સભ્યોનો સુરક્ષિત બચાવ થયો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: આને સારી બાબત કહેવાય કે ખરાબ? લોકો ક્રેડિટ કાર્ડ થી બેફામ ખર્ચ કરી રહ્યા છે. આઉટ સ્ટેન્ડિંગ રકમ બે લાખ કરોડ પર પહોંચી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં સેનાનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ પાંચ જવાનોના મોત થયા હતા. જીવલેણ અકસ્માત પછી, સાવચેતીના પગલા રૂપે, દેશની ત્રણેય પાંખમાં સેવા આપતા તમામ ALHs, જેની સંખ્યા 300 થી વધુ છે, સુરક્ષા તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.
Exit mobile version