Site icon

સલામ છે આ જાંબાઝ મહિલા પોલીસ અધિકારીને- વિદેશમાં ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક મદદ પહોંચાડી ભારત પાછી લાવવામાં આવી

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

હજારો કિલોમીટર દૂર વિદેશમાં ડોમેસ્ટિક વાયોલન્સનો(Domestic violence) ભોગ બનેલી ભારતીય મહિલાને(Indian women) ભારતમાં રહીને તાત્કાલિક સ્થાનિક પોલીસ(local police) અને એબેન્સીની મદદ પહોંચાડી ભારત હેમખેમ લાવવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. ભારતીય બાહોશ મહિલા પોલીસ(Women) અધિકારીના પ્રયાસને કારણે વિદેશમાં(Foreign) ફસાયેલી મહિલાને બચાવી લેવામાં આવી છે.

મીરા-ભાયંદર(Mira-Bhayander) વસઈ વિરાર(Vasai Virar) પોલીસ સ્ટેશનના(Police station) ભરોસા સેલ સાથે સંકળાયેલી જાંબાઝ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર(Assistant Police Inspector) તેજશ્રી શિંદે(Tejashree Shinde) નામની આ મહિલા પોલીસ અધિકારીને બિરદાવીએ એટલું ઓછું છે. તેણે દાખવેલી તત્પરતાને કારણે દોઢ મહિના પહેલા જ લગ્ન કરીને આફ્રિકા(Africa) ગયેલી મહિલાને પતિના અત્યાચાર અને મારપીટથી છુટકારો મળ્યો હતો અને તેને હેમખેમ મુંબઈમાં પાછી લાવવામાં સફળતા મળી છે.

મહિલા અધિકારી તેજશ્રી શિંદેએ મિડિયાને આપેલા ઈન્ટરવ્યૂ મુજબ પિડીત(victim) મહિલાની માતા થોડા દિવસ પહેલા ફરિયાદ લઈને આવી હતી, કે તેની દીકરીનો એક  વિડિયો કોલ આવ્યો હતો, તેમાં દીકરીએ તેનો પતિ તેને રોજ મારે છે, ગાળો આપે છે એવું કહ્યું હતું. પિડીત મહિલાના ચહેરા પર શરીરમાં મારપીટના નિશાન હોવાનું પણ તેની માતાએ વિડિયો કોલ મારફત જાણ્યું હતું. પીડિત મહિલા દોઢ મહિના પહેલા જ પતિ સાથે આફિકા ગઈ હતી. ત્યાં જવાના દોઢ મહિના બાદ મહિલાના પતિએ તેનો તેમ જ તેની પત્નીનો ફોન નંબર બદલી નાખ્યો. તેથી યુવતી તેના પરિવાર સાથે મુંબઈમાં કોન્ટેક(Contact) શકતી નહોતી. એક દિવસ અચાનક વિડિયો કોલથી તેણે માતાને ફોન કર્યો હતો, જેમાં તેનો પતિ તેની સાથે કેવો અત્યાચાર કરે છે તેની આપવીતી તેણે જણાવી હતી. મહિલાને તેના પતિએ આફ્રિકામાં નોકર બનાવી દીધી અને ફોન નંબર બદલીને તેના પરિવાર સાથેના તમામ  સંપર્ક તોડી નાંખ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : હાશકારો-આખરે કાંદીવલીના દહાણુકરવાડીના રહેવાસીઓને મળ્યો આ સમસ્યાથી કાયમી છૂટકારો-  BMC લીધું મહત્વનું પગલું

પોલીસ અધિકારી તેજશ્રીના કહેવા મુજબ પિડીત મહિલાની માતાએ પોલીસમાં આવીને તેની માહિતી આપી હતી. તેથી તેઓ ક્ષણનો પણ વિલંબ નહીં કરતા તેણે પૂરા બનાવની જાણ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ (અમોલ માંડવે) ને કરી હતી અને એસીપીએ(ACPA) આફ્રિકામાં એમેબેન્સની(Ambience) મદદ માગવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેમને ડીસીપી (ક્રાઈમ)(DCP) મહેશ પાટીલનું(Mahesh Patil) સમર્થન અને માર્ગદર્શન મળ્યું હતું.

તેજશ્રી શિંદેના કહેવા મુજબ પીડિત મહિલાના માતાની ફરિયાદ બાદ તુરંત એમ્બેસીને સંપર્ક કરીને તેમને લેટર મોકલીને તમામ ફરિયાદ કરવામાં આવી હતી. સતત ફોલો અપ કર્યા બાદ ત્યાંની એમ્બેસીએ તમામ માહિતી મેળવીને જે શહેરમાં તે યુવતી હતી ત્યાં રહેલી એમ્બેસીમાં કોન્ટેક્ટ કર્યો હતો. ત્યાં તેઓએ પીડિત મહિલાના પતિની ઓફિસ શોધીને બે કલાકમાં તેને શોધી કાઢયો હતો અને તેની પૂછપરછ બાદ પીડિત મહિલાને બે કલાકની અંદર જ બચાવી લેવામાં આવી હતી. ત્યાં મહિલાને ઉગારીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેને એક ભારતીય પરિવારને ત્યાં રાખવામાં આવી હતી. 

તેજશ્રી શિંદેના જણાવ્યા મુજબ તે નોર્મલ થતા સ્થાનિક એમ્બેસીની મદદથી તેને ભારત પાછા લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેવટે તેને બચાવી લેવામાં આવી હતી. જયારે તે અંધેરી એરપોર્ટ પર લાવવામાં આવી હતી ત્યારે તેની માતા સાથેના મિલાપ બાદ અમારા પ્રયાસ સફળ થયા હોવાનું સમાધાન મળ્યું હતું. 

વિદેશમાં ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી મહિલાને બચાવી હેમખેમ પાછી લાવવાની કામગીરી મીરા-ભાયંદર વસઈ વિરાર કમિશનર પોલીસ કમિશનર સદાનંદ દાતેના માર્ગદર્શ હેઠળ મીરા ભાંયદર વસઈ વિરાર પોલીસની ભરોસો સેલે પાર પાડી હતી.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના મલાડમાં MRP કરતા વધુ કિંમત વસૂલનારી દુકાન સામે ગ્રાહકે કમર કસી- મુંબઈ ગ્રાહક પંચાયતમાં કરી ફરિયાદ-જાણો વિગત
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version