News Continuous Bureau | Mumbai
મુંબઈ: ગુજરાતના પ્રખ્યાત સંગીતકાર, ગાયક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા અવિનાશ વ્યાસ પર બનેલી ભારતની પ્રથમ લાઇફોગ્રાફી ફિલ્મ ‘સુર શબ્દનું સરનામું’ 8 નવેમ્બર 2024ના રોજ શેમારૂ મી એપ પર રિલીઝ થઈ ગઈ છે. પદ્મશ્રી અવિનાશ વ્યાસની સંગીતમય જીવનયાત્રા ગુજરાતના પ્રખ્યાત ડોક્યુમેન્ટ્રી નિર્માતા રજની આચાર્ય દ્વારા બનાવવામાં આવી છે.
પદ્મશ્રી મોહમ્મદ રફીની જીવની પર આધારિત નિર્માતા રજની આચાર્ય નિ પહેલી લાઇફોગ્રાફી ‘દાસ્તાન-એ-રફીને’ લાખો દર્શકોએ માણી. એટલું જ નહીં, અનેક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી જેમાં ફિલ્મે બાર જેટલા પુરસ્કાર મેળવ્યા. આ ફિલ્મે પરદા પર જીવન ચરિત્ર દર્શાવવાની પરિભાષા જ બદલી નાખી. ત્યાર બાદ બૉલિવુડ-ઢોલિવુડના વિખ્યાત સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસ પર આધારિત લાઇફોગ્રાફી ‘સૂર શબ્દનું સરનામું’ બનાવી. તેમણે ભારતની પહેલી સેટેલાઇટ ચૅનલ એટીએનના ઉપાધ્યક્ષ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી. ફિલ્મ નિર્માણની સાથે દિગ્દર્શનનો બહોળો અનુભવ લીધા બાદ રજની આચાર્યએ તેમના પોતાના પ્રોડક્શન હાઉસ તક્ષશીલા મલ્ટીમીડિયાની સ્થાપના કરી શોર્ટ ફિલ્મ્સ, ડૉક્યુમેન્ટ્રી ઉપરાંત તેમની અનોખી લાઇફોગ્રાફીનું દિગ્દર્શન કર્યું. તક્ષશીલા બૅનર હેઠળ 400થી વધુ શોર્ટ ફિલ્મો, ડૉક્યુમેન્ટ્રી અને લોકહિત પર આધારિત ફિલ્મો બનાવી.
આ ફિલ્મ મા ભારત મા સંગીત થી જોડાયેલા અનેકો દિગ્ગજ કલાકારો દ્વારા પદ્મશ્રી અવિનાશ વ્યાસ નિ સંગીતમય યાત્રા નું વર્ણન કરવામાં આવ્યું છે. સંગીતકાર અલકા યાજ્ઞિક, પદ્મ વિભૂષણ આશા ભોંસલે, કવિ તુષાર શુક્લ જેવા અનેક મહાનુભવોએ આ ફિલ્મ મા મત આપવા મા આવ્યો છે. પદ્મશ્રી અવિનાશ વ્યાસના સંગીતમય જીવન પર આધારિત ફિલ્મ ‘સુર શબ્દનું સરનામું’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે 8 નવેમ્બર 2024ના રોજ શેમારૂ મી એપ પર રિલીઝ થઈ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.