News Continuous Bureau | Mumbai
Kokilaben Dhirubhai Ambani Hospital રિમોટ રોબોટિક સર્જરી શાંઘાઈથી મુંબઈ સુધીના બે મોટા દેશોને જોડે છે અને સર્જિકલ એક્સેસને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે
યુએસએફડીએ અભ્યાસ દ્વારા માન્ય ટેલિસર્જરી સિસ્ટમનો ઉપયોગ કરીને ડો. ટી. બી. યુવરાજાએ રિમોટ રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી અને પાર્શિયલ નેફ્રેક્ટોમી હાથ ધરી
મુંબઈ, 30 ડિસેમ્બર, 2025 – મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે મુંબઈમાં બે દર્દીઓ પર ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય રિમોટ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક હાથ ધરીને રાષ્ટ્રીય સ્તરે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કોકિલાબેન હોસ્પિટલના યુરો-ઓન્કોલોજી અને રોબોટિક સર્જરીના ડિરેક્ટર (ગ્રુપ) ડો. ટી. બી. યુવરાજા ઓપરેટિંગ સર્જન હતા અને તેઓ 5,000 કિલોમીટર દૂર શાંઘાઈમાં હતા. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા મંજૂરી મળ્યા બાદ, આ Toumai® રિમોટ રોબોટિક સર્જરી સિસ્ટમની સીમાડા વટાવીને ભારતમાં હાથ ધરાયેલી પ્રથમ ક્લિનિકલ પ્રક્રિયા છે અને તે દેશની રિમોટ સર્જિકલ ક્ષમતાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.
મુંબઈમાં બે દર્દીઓ પર આ સીમાચિહ્નરૂપ પ્રોસીજર હાથ ધરાવામાં આવી હતી અને તેમાં રોબોટ-આસિસ્ટેડ રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી અને રોબોટ-આસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમી સમાવિષ્ટ હતી. આ સર્જરીઓ 5,000 કિલોમીટરથી વધુના અંતરે રહેલા નિષ્ણાંત સર્જન દ્વારા ત્યાં રહીને જ કરવામાં આવી હતી, જે જટિલ યુરોલોજીકલ પ્રોસીજર્સ માટે લાંબા અંતરથી કરાતા રોબોટિક હસ્તક્ષેપની સલામતી, ચોકસાઈ અને વિશ્વસનીયતા દર્શાવે છે. બંને સર્જરીઓ Toumai® સિસ્ટમનો ઉપયોગ કરીને દૂરના અંતરેથી કરવામાં આવી હતી, જે હાલમાં ટેલિસર્જરીમાં ઉપયોગ માટે યુએસએફડીએ અભ્યાસ દ્વારા મંજૂર કરાયેલ એકમાત્ર રોબોટિક સર્જિકલ પ્લેટફોર્મ છે. બે સ્થળો વચ્ચે રહેલા વિશાળ ભૌગોલિક અંતર છતાં, આ પ્રોસીજર્સે વાસ્તવિક સમયના સર્જિકલ નિયંત્રણ અને દર્દીની સલામતી માટે નોંધપાત્ર ચોકસાઇનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય સર્જરીઓ હાઇ-સ્પીડ, સ્ટેબલ ડેટા ટ્રાન્સમિશન અને વિવિધ સેફ્ટી-એશ્યોરન્સ ટેક્નોલોજીસ દ્વારા કરવામાં આવી હતી. આ સિસ્ટમે ફક્ત 132 મિલિસેકન્ડની અલ્ટ્રા-લૉ બાયડાયરેક્શનલ લેટન્સી સાથે વાસ્તવિક-સમયના સર્જિકલ કંટ્રોલ સુનિશ્ચિત કર્યું હતું, જેના પગલે પ્રોસીજર્સ પરંપરાગત ઓન-સાઇટ રોબોટિક સર્જરીના જેમ જ ચોકસાઇ, સલામતી અને વિશ્વસનીયતા સાથે કરવામાં આવી હતી. અલ્ટ્રા-લૉ લેટન્સીએ સમગ્ર પ્રોસીજર્સ દરમિયાન સરળ ઇન્સ્ટ્રુમેન્ટ મુવમેન્ટ, ચોક્કસ ડિસેક્શન અને વિશ્વસનીય અમલીકરણ સુનિશ્ચિત કર્યું હતું.
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ્સના યુરો-ઓન્કોલોજી અને રોબોટિક સર્જરીના ડિરેક્ટર (ગ્રુપ) ડો. ટી. બી. યુવરાજા, જેમણે દૂર અંતરેથી આ સર્જરી હાથ ધરી હતી, તેઓ 4,100થી વધુ રોબોટિક પ્રોસીજર્સનો અનુભવ ધરાવે છે. આ સિદ્ધિ અંગે ડો. ટી. બી. યુવરાજાએ જણાવ્યું હતું કે, “રિમોટ રોબોટિક સર્જરીમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી સર્જિકલ કેરની એક્સેસમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. બે મોટા દેશોમાં આ પ્રોસીજર્સ સફળતાપૂર્વક હાથ ધરવાથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દર્દીઓની સંભાળમાં નવીનતા, સલામતી અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સિદ્ધિ ભારત અને દુનિયાભરમાં વિશ્વ કક્ષાની સારવાર પૂરી પાડવા માટેના નવા માર્ગો પણ ખોલે છે.”
રિમોટ કંટ્રોલ સાથેની પ્રોસીજર દરમિયાન Toumai® સિસ્ટમે અસાધારણ રીતે સરળ, સ્થિર અને સચોટ કામગીરી બજાવી હતી. તેનાથી સર્જન વ્યક્તિગતપણે હાજર રહીને કરાતી રોબોટિક સર્જરીના જેટલા જ આત્મવિશ્વાસ અને ચોકસાઈ સાથે જટિલ પ્રોસીજર હાથ ધરી શક્યા હતા. આ સીમાચિહ્ન દર્શાવે છે કે રિમોટ રોબોટિક સર્જરી ન કેવળ સંભવ છે, પરંતુ સલામત અને ક્લિનિકલી અસરકારક પણ છે. આ મોટી સફળતા ભારતમાં ટેલિસર્જરીમાં એક નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે, જ્યાં ભૌગોલિક મર્યાદા હવે વિશ્વ-સ્તરીય સર્જિકલ કુશળતાની એક્સેસને મર્યાદિત કરતી નથી અને ટેકનોલોજી-આધારિત હેલ્થકેર દર્દીઓઓ ગમે ત્યાં હોય ત્યાં પહોંચી શકે છે.
રાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે સર્જિકલ કેર ડિલિવરીની નવેસરથી વ્યાખ્યા કરવા તરફ એક નિર્ણાયક પગલું ભર્યું છે. 5,000 કિલોમીટરથી વધુના અંતરેથી સર્જિકલ ઓપરેશન્સને સક્ષમ કરીને, Toumai® સિસ્ટમે રિમોટ અને સ્માર્ટ સર્જરી માટે એક નવો માપદંડ સ્થાપ્યો છે. આ બે પ્રોસીજર્સની સફળતા ન કેવળ ટેલિસર્જરીની સંભાવનાને માન્ય કરે છે પરંતુ ભારત અને તેનાથી આગળ વધીને રિમોટ હેલ્થકેર સિસ્ટમ્સના ભાવિ વિકાસ માટે મૂલ્યવાન ક્લિનિકલ અનુભવ પણ પ્રદાન કરે છે.
આ સમાચાર પણ વાંચો : Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ! વર્ષના અંતિમ દિવસે ચાંદી ₹૧૫,૦૦૦ થી વધુ તૂટી, સોનામાં પણ કડાકો; જાણો આજનો નવો ભાવ.
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “CDSCO દ્વારા Toumai® સિસ્ટમની મંજૂરી બાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ રિમોટ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરનારી ભારતની પ્રથમ હોસ્પિટલ બનવું એ અમારી સંસ્થા અને ભારતના હેલ્થકેર ક્ષેત્ર માટે ગર્વની ક્ષણ છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ભારતમાં અત્યાધુનિક મેડિકલ ટેક્નોલોજીસ અપનાવવા અને સર્જિકલ સંભાળના ભવિષ્યને આકાર આપવામાં નેતૃત્વને મજબૂત બનાવે છે. અદ્યતન રોબોટિક્સને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડીને, હોસ્પિટલે દર્શાવ્યું છે કે પરિણામો સાથે સમાધાન કર્યા વિના કેવી રીતે નિષ્ણાંત સર્જિકલ કુશળતાને વિવિધ દેશોમાં વિસ્તારી શકાય છે. આ સિદ્ધિ નવીનતા, દર્દીની સલામતી અને ક્લિનિકલ શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી લાંબા સમયથી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે એડવાન્સ્ડ સર્જિકલ કેરની એક્સેસને વિસ્તારવા માટે નવી શક્યતાઓ ખોલે છે, ખાસ કરીને દૂર રહેલા અને સુવિધાઓથી વંચિત પ્રદેશોના દર્દીઓ માટે.”
કોકિલાબેન હોસ્પિટલના ફુલ-ટાઇમ સ્પેશિયાલિસ્ટ્સ, હોસ્પિટલ સ્ટાફ, ટેકનોલોજી પાર્ટનર્સ અને મુંબઈ તથા શાંઘાઈ બંનેમાં એન્જિનિયરિંગ ટીમો સહિત વિવિધ શાખાઓની ક્લિનિકલ ટીમો વચ્ચેના ગાઢ સહયોગના પગલે આ પ્રોસીજર્સ સફળ બની શકી હતી. તેમના સંકલિત પ્રયાસોએ અવિરત કનેક્ટિવિટી, કડક સેફ્ટી પ્રોટોકોલ અને સરળ ક્લિનિકલ અમલીકરણ સુનિશ્ચિત કર્યું હતું.
Kokilaben Dhirubhai Ambani Hospital, India first remote robotic surgery, cross-border robotic surgery India, telesurgery India, remote robotic surgery Mumbai Shanghai
