Site icon

Kandivali Mobile Bathroom:ઉત્તર મુંબઈના કાંદિવલીમાં ભારતના સૌ પ્રથમ મહિલા મોબાઇલ બાથરૂમની સુવિધા શરૂ, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા એ કર્યું ઉદ્ઘાટન

Kandivali Mobile Bathroom: કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાઐ આધુનિક સુવિધા ધરાવતા મોબાઇલ બાથરૂમનું કર્યુ ઉદ્ઘાટન

India's first mobile bathroom facility for women launched in Kandivali, North Mumbai, inaugurated by Cabinet Minister Mangal Prabhat Lodha

India's first mobile bathroom facility for women launched in Kandivali, North Mumbai, inaugurated by Cabinet Minister Mangal Prabhat Lodha

News Continuous Bureau | Mumbai

Kandivali Mobile Bathroom:  મહાનગર મુંબઇના ઉપનગરીય વિસ્તારોમાં રહેતી ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલાઓને અનુભવવી પડતી સ્નાનની સમસ્યાઓ હળવી કરવા માટે હવે કાંદીવલી પૂર્વમાં ભારતના સૌ પ્રથમ મહિલાઓ માટેના મોબાઇલ બાથરૂમનું આજે રાજ્યનાં કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક વિધાનસભ્ય અતુલ ભાતખળકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Join Our WhatsApp Community

શહેરનાં કાંદિવલી પૂર્વના હનુમાન નગર ખાતે આજે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ભારતનું સૌ પ્રથમ મોબાઇલ મહિલા બાથરૂમ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાથરૂમ કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાના ખ્યાલથી અને મુંબઈ ઉપનગર જિલ્લાની જિલ્લા આયોજન સમિતિ દ્વારા બનાવવામાં આવ્યા છે. મંત્રી લોઢાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં રહેતી બહેનોને આ સ્નાનગૃહથી ઘણો ફાયદો થશે અને તેના કારણે અમે સ્વચ્છ ભારતના નિર્માણમાં એક કદમ આગળ વધી રહ્યા છીએ. આ મોબાઈલ બાથરૂમ કાંદિવલી વિધાનસભા ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા ૧૨ કલાક ઉપયોગ માટે ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો :Agriculture News : ગુજરાતમાં ૪૭.૫૫ લાખ હેક્ટર વિસ્તારમાં થયું રવિ પાકોનું પુષ્કળ વાવેતર

આ પ્રસંગે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાઓ માટે બાથરૂમની સમસ્યા ખૂબ જ મુશ્કેલીરૂપ છે. તે સમસ્યાને ઘટાડવા માટે અમે જિલ્લા આયોજન સમિતિ દ્વારા ભારતમાં પ્રથમ મોબાઈલ બાથરૂમ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટમાં સહકાર આપવા બદલ ધારાસભ્ય અતુલ ભાતખળકરનો આભાર માનું છું કે અમે આ પ્રોજેક્ટને અન્ય સ્થળોએ પણ લાગુ કરીશું.

મંગલ પ્રભાત લોઢા, જ્યારે તેઓ મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી હતા, ત્યારે તેમણે મહિલાઓ માટે મોબાઈલ બાથરૂમ રાખવાનો વિકલ્પ આપ્યો હતો. તેમના કન્સેપ્ટ મુજબ બસમાં આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ સાથેનું બાથરૂમ બનાવવામાં આવ્યું હતું. આ બસમાં કુલ પાંચ બાથરૂમ, શાવર, ૨૧૦૦ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકી, બેસિન અને અન્ય આવશ્યક સુવિધાઓ છે. ખાસ વાત એ છે કે આ બસમાં મહિલાઓ માટે કપડા સુકવવા માટે બે ડ્રાયર મશીન પણ આપવામાં આવ્યા છે. અહીં પાવર સપ્લાય માટે જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે.

પાણી અને સમયનો બગાડ ન થાય તે માટે અને દરેકને યોગ્ય આયોજન સાથે બાથરૂમનો ઉપયોગ કરવાની તક મળી રહે તે માટે આ બાથરૂમમાં મહિલા સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવશે. અહીં દરેક મહિલાને નહાવા માટે પાંચ થી દસ મિનિટનો સમય આપવામાં આવશે અને સમય બાદ પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version