Site icon

Mumbai: શહેરમાં પાલિકા દ્વારા બગીચા વધુ વિકસિત બનતા.. વૃક્ષો અને પાર્ક આર્કિટેક્ચર અભ્યાસમાં વિદ્યાર્થીઓનું વધ્યુ આકર્ષણ..

Mumbai: હાલ બગીચામાં વિવિધ નવી પ્રણાલીઓ અપનામાં આવી છે. જેના કારણે બગીચાઓને વધુ વિકસિત કરવામાં આવી શકે. જેના અભ્યાસમાં હવે વિદ્યાર્થીઓ પણ વધુ રસ લઈ રહ્યા છે.

Innovative activities are being undertaken by the municipality in the city garden.. college students interest Increased in garden architecture...

Innovative activities are being undertaken by the municipality in the city garden.. college students interest Increased in garden architecture...

News Continuous Bureau | Mumbai

Mumbai: નગરપાલિકાના ( BMC ) બાગાયત વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ, મિયાવાકી વન બનાવવા જેવી પ્રવૃતિઓ અમલમાં લાવી રહી છે. તેની નોંધ લઈને પાલિકાના પાર્ક વિભાગે બાગાયત વિભાગને ‘વર્લ્ડ ટ્રી સિટી’ નું સન્માન પણ આપ્યું છે. તાજેતરમાં પર્યાવરણની જાળવણી માટે બગીચા વિભાગ ( Garden Department ) દ્વારા નવા નવા વિચારો અને ટેક્નિકોને અમલ મૂકવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ ( Students ) પણ બગીચાના આ નવા આર્કિટેક્ચરનો ( architecture ) અભ્યાસ કરવા ઈન્ટર્નશીપ પ્રોગામમાં ( internship program ) ભાગ લઈ રહ્યા છે. તેમજ બગીચી વિભાગ હાથ ધરવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં પણ વિદ્યાર્થીઓ સહભાગી થવા આગળ આવી રહ્યા છે. બગીચા વિભાગ દ્વારા કઈ કઈ નવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેનો અભ્યાસ કરવા માટે હાલ વિદ્યાર્થીઓનો આવી ઈન્ટર્નશીપ તરફનો ઝોક વધ્યો છે. 

Join Our WhatsApp Community

પાલીકા વિભાગ દ્વારા હાલ બગીચાને વધુ વિકસિત કરવા હંમેશા નવીન પ્રવૃત્તિઓનો અમલમાં લાવી રહી છે. મિયાવાકી-શૈલીના વૃક્ષોનું નાના વિસ્તારમાં વૃક્ષારોપણ ( Tree planting ) , ટેરેસ પર બગીચો બનાવવો, દિવાલવા પર બગીચાઓ વિકસિત કરવો, ઓપન જિમ્નેશિયમ, વૃક્ષોનું પુનરુત્થાન અભિયાન, વપરાયેલ પ્લાસ્ટિકમાંથી બનાવેલી બગીચાની ટોપલીઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ બગીચા વિભાગ દ્વારા CSR સાથે હાથ ધરવામાં આવે છે. જેથી હાલ બગીચાના આર્બોરિયલ, પાર્ક આર્કિટેક્ચરના અભ્યાસ માટે વિદ્યાર્થીઓમાં ઈન્ટર્નશીપ તરફનો ઝોક વધ્યો છે.

આ સમાચાર પણ વાંચો : 12th fail: 12 મી ફેલ માં પોતાના પાત્ર શ્રદ્ધા ને મળી રહેલા પ્રેમ બદલ મેધા શંકરે આ રીતે માન્યો ચાહકો નો આભાર,વિડીયો શેર કરી કહી આ વાત

  25 વિદ્યાર્થીઓએ રાણીબાગ બગીચાનો ( rani bagh garden )  અભ્યાસ કરવા મુલાકાત લીધી હતી…

તાજેતરમાં આ સંદર્ભે, વસંતદાદા પાટીલ ફાઉન્ડેશન હેઠળ મનોહર ફાળકે કોલેજ ઓફ આર્કિટેક્ચરના 25 વિદ્યાર્થીઓએ વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન, રાણીબાગની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને 160 વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવતા આ બગીચામાં આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર અને પ્રક્રિયાઓ, પાર્કના નવા કોન્સેપ્ટ્સ, ટ્રી રિસોર્સિસ અને અન્ય પાર્ક વિશે માહિતી આપવામાં આવી હતી.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version