Site icon News Continuous Bureau | Mumbai

વાહ! મુંબઈનો અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક શૌચાલય કૉમ્પ્લેક્સ અહીં ખુલ્લો મુકાયો , જેમાં હશે 88 ટૉઇલેટ બ્લૉક્સ, હૅન્ડિકૅપ લોકો માટે અલાયદી વ્યવસ્થા પણ હશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

અંધેરી (વેસ્ટ)માં જુહુ ગલીમાં મુંબઈનો અત્યાર સુધીનો સૌથી મોટો સાર્વજનિક શૌચાલય કૉમ્પ્લેક્સ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નાગિરકો માટે ખુલ્લા મૂકવામાં આવનારા અત્યાધુનિક સગવડ ધરાવતા આ શૌચાલય કૉમ્પ્લેક્સમાં 88 સિટિંગ ટૉઇલેટ બ્લૉક છે.

મુંબઈ મહાનગરપાલિકાના સ્લમ સેનિટેશન પ્રોજેક્ટ હેઠળ આ કામ કરવામાં આવ્યું હોવાનું નગરસેવિકા મેહર મોહસીન હૈદરે જણાવ્યું હતું. આ શૌચાલય કૉમ્પ્લેક્સમાં ઉપરના માળે જેન્ટ્સ માટે શૌચાલય છે, તો ગ્રાઉન્ડ ફ્લોરમાં મહિલાઓ માટે શૌચાલય છે. શારીરિક રીતે અક્ષમ લોકો માટે પણ અલગથી શૌચાલય બનાવવમાં આવ્યાં છે.

આ અગાઉ પણ 2018માં અંધેરી(વેસ્ટ)ના ગિલબર્ટ હિલ વિસ્તારમાં 55 સીટરનું જમ્બો સીટર પબ્લિક લેવેટરી કૉમ્પ્લેક્સ આ વિસ્તારમાં ખુલ્લો મુકાયો હતો. 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 324 ટૉઇલેટ સીટર સાથેના વધુ 8 પબ્લિક લેવેટરી કૉમ્પ્લેક્સ ઊભા કરવામાં આવવાના હોવાનું મેહર મોહસીન હૈદરે જણાવ્યું હતું.

મોટા સમાચાર : તો શું મુંબઈમાં રસી લેનારી વ્યક્તિ માટે લોકલ ટ્રેનના દરવાજા ખૂલશે? મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે આ વિચાર, જાણો વિગત

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version