Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.

મંગળસૂત્ર બનાવવા માટેના સોનાના તાર અને કણોની કરતા હતા ચોરી; MIDC પોલીસે બે આરોપીઓ ની કરી ધરપકડ, કોર્ટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા.

Mumbai Jewellery Firm Theft મુંબઈ અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી

Mumbai Jewellery Firm Theft મુંબઈ અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી

News Continuous Bureau | Mumbai

Mumbai Jewellery Firm Theft અંધેરી MIDC સ્થિત ‘જનવિધિ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ’માં છેલ્લા કેટલાક દિવસોથી જ્વેલરી પ્રોસેસિંગ વિભાગમાં સોનાના સ્ટોકમાં તફાવત જોવા મળી રહ્યો હતો. કંપનીના માલિક ને આંતરિક ચોરીની શંકા જતાં તેમણે વિભાગમાં CCTV કેમેરા લગાવ્યા હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા બે કર્મચારીઓ શંકાસ્પદ રીતે સોનું છુપાવતા કેમેરામાં કેદ થયા હતા.કંપનીના મેનેજમેન્ટે જ્યારે બંનેની પૂછપરછ કરી ત્યારે એક કર્મચારીએ કબૂલાત કરી હતી કે તેઓ મંગળસૂત્ર બનાવવા માટે વપરાતા સોનાના તારની ચોરી કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેમણે મળીને કુલ 100 ગ્રામ સોનાના કણો અને દાગીનાની ચોરી કરી હતી, જેની બજાર કિંમત ₹14.75 લાખ થાય છે. માલિકની ફરિયાદના આધારે MIDC પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Channel

કેવી રીતે થઈ ચોરી?

આ કંપની વિવિધ જ્વેલરી ટ્રેડિંગ ફર્મ્સ પાસેથી શુદ્ધ સોનું મેળવીને તેને દાગીનામાં પરિવર્તિત કરવાનું કામ કરે છે. અંદાજે 40 થી વધુ કર્મચારીઓ અહીં કામ કરે છે. આરોપીઓ પ્રોસેસિંગ (ફિલિંગ) વિભાગમાં કામ દરમિયાન સોનાના ઝીણા કણો અને તાર પોતાની પાસે છુપાવી લેતા હતા. લાંબા સમય સુધી આ પ્રવૃત્તિ ચાલતી રહી હોવાથી સ્ટોકમાં મોટો તફાવત સર્જાયો હતો.

આ સમાચાર પણ વાંચો : Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ

પોલીસ કાર્યવાહી અને વધુ ધરપકડની શક્યતા

MIDC પોલીસે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન અન્ય કેટલાક કર્મચારીઓના નામ પણ સામે આવી શકે છે. અત્યારે ચોરી થયેલું સોનું રિકવર કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Thane MD Drugs Bust ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, ઠાણેમાં ₹૫.૬૬ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે ૪ તસ્કરો ઝડપાયા…
Agripada Murder Suicide Case આગ્રિપાડામાં હચમચાવતી ઘટના કૌટુંબિક વિવાદમાં પતિએ પત્નીની હત્યા કરી જીવન ટૂંકાવ્યું, વિસ્તારમાં અરેરાટી
Exit mobile version