Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં લતા દીદીના નામની બનશે આંતરરાષ્ટ્રીય સંગીત વિદ્યાલય, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022      

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરના નામ પર આંતરરાષ્ટ્રીય સંગીત કોલેજ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. બુધવારની કેબિનેટ બેઠકમાં તેના પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. 

આ મ્યુઝિક કોલેજ મુંબઈમાં કલીના કેમ્પસની સામે હશે. તેમનું નામ ભારત રત્ન લતા દીનાનાથ મંગેશકર ઇન્ટરનેશનલ કોલેજ ઓફ મ્યુઝિક હશે એવું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે આપી હતી. 

મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની સામે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની ત્રણ એકર જમીન છે અને રાજ્ય સરકારે તે જ જમીન પર આ આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉલેજ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

બેસ્ટના પ્રવાસીઓનો હવે આ સમસ્યાથી થશે છૂટકારો, ટિકિટને લઈને બેસ્ટે લીધો આ નિર્ણય; જાણો વિગત

ભારત રત્ન લતા મંગેશકરનું સ્વપ્ન એક આંતરરાષ્ટ્રીય સંગીત કોલેજની સ્થાપના કરવાનું હતું. રાજ્ય સરકારે અગાઉ કલીના કેમ્પસની સામે આવી શાળા સ્થાપવાનો નિર્ણય લીધો હતો. આ માટે એક કમિટી પણ બનાવવામાં આવી હતી. હવે એ જ સમિતિએ પ્રસ્તાવ મૂક્યો કે ઇન્ટરનેશનલ કોલેજ ઓફ મ્યુઝિકનું નામ ભારત રત્ન લતા દીનાનાથ મંગેશકર હોવું જોઈએ.

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version