Site icon News Continuous Bureau | Mumbai

Kalbadevi Investment Scam। કાલબાદેવીમાં ‘પૈસા ડબલ’ કરવાની લાલચ આપી નિવૃત્ત એન્જિનિયર સાથે 10 લાખની છેતરપિંડી, 1,842 લોકો શિકાર!

Kalbadevi Investment Scam। રોકાણકારોને ઊંચા વળતરની જાળમાં ફસાવી 1.75 કરોડનું કૌભાંડ; કાલબાદેવીની કંપનીના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ.

Kalbadevi Investment Scam। કાલબાદેવીમાં 'પૈસા ડબલ' કરવાની લાલચ આપી નિવૃત્ત એન્જિનિયર સાથે  10 લાખની છેતરપિંડી, 1,842 લોકો શિકાર!

Kalbadevi Investment Scam। કાલબાદેવીમાં 'પૈસા ડબલ' કરવાની લાલચ આપી નિવૃત્ત એન્જિનિયર સાથે 10 લાખની છેતરપિંડી, 1,842 લોકો શિકાર!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kalbadevi Investment Scam। મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં રોકાણકારોને ટૂંકા ગાળામાં નાણાં બમણા કરવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતી એક કંપનીનો પર્દાફાશ થયો છે. પવઈમાં રહેતા એક નિવૃત્ત એન્જિનિયરને એક વર્ષમાં રોકાણ બમણું કરવાની લાલચ આપી ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીએ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોના ૧,૮૪૨ રોકાણકારો પાસેથી કુલ ૧.૭૫ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે.

ટીવી પ્રોગ્રામ અને સોશિયલ મીડિયા દ્વારા જાળ બિછાવી

ભોગ બનનાર નિવૃત્ત એન્જિનિયરે ટેલિવિઝન પ્રોગ્રામ અને સોશિયલ મીડિયા પર જાહેરાતો જોઈને આ કંપનીનો સંપર્ક કર્યો હતો. કાલબાદેવીના ભુલેશ્વર સ્થિત જયહિંદ એસ્ટેટમાં ઓફિસ ધરાવતી આ કંપનીએ દાવો કર્યો હતો કે તેઓ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર, સાયકલ, કૃષિ સાધનો અને સોલર વાહનોના ઉત્પાદન સાથે જોડાયેલા છે. રોકાણકારોને લલચાવવા માટે કંપનીએ મોટા નફાના વાયદા કર્યા હતા અને શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે કાયદેસરના કરાર પણ કર્યા હતા.

1,800 થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી

તપાસ દરમિયાન એલ.ટી. માર્ગ પોલીસને જાણવા મળ્યું કે છેતરપિંડીનો વ્યાપ ઘણો મોટો છે. મુંબઈના ૪૦૦ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓના ૧,૪૪૨ જેટલા રોકાણકારોએ આ સ્કીમમાં પોતાની જિંદગીની મૂડી રોકી હતી. જ્યારે એક વર્ષનો સમયગાળો પૂર્ણ થયો અને રોકાણકારોએ પોતાનું વળતર કે મુદ્દલ રકમ માંગી, ત્યારે કંપનીના સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા. આખરે છેતરપિંડીનો અહેસાસ થતા નિવૃત્ત એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ ફરાર, પોલીસની શોધખોળ તેજ

પોલીસે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ એક્ટ’ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ મુખ્ય આરોપીઓ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે અને પોલીસની અલગ-અલગ ટીમો તેમની શોધખોળ કરી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ‘પૈસા ડબલ’ કરવાની કે અવાસ્તવિક વળતર આપતી સ્કીમથી સાવધ રહેવું અને રોકાણ કરતા પહેલા અધિકૃતતાની તપાસ કરવી.

👉 આ સમાચાર વાચો:
Chembur News। ચેમ્બુરમાં કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સનસનાટી, માનવતા શરમાઈ!

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version