મુંબઈ શહેરમાં એક નિર્માણાધીન ઈમારતના ચોથા માળેથી અચાનક લોખંડનો રૉડ રિક્ષા પર પડતા બે લોકોના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માતાનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મહત્વનું છે કે આ ઘટના મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ઘટી હતી. અકસ્માતની માહિતી મળતા જ જોગેશ્વરી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ અને કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં બાંધકામ સાઈટ પર કામ કરતા કર્મચારીઓની બેદરકારીનો મામલો સામે આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ચીન, હોંગકોંગ તેમજ અમેરિકાની મજબૂત માંગના કારણે ભારતમાંથી જેમ્સ, જ્વેલરીની નિકાસ 24% વધી
