Mangal Prabhat Lodha: શું લવ-જેહાદનું દૂષણ વકરી રહ્યું છે? ચાંદીવલીમાં જાતીય હુમલાનો શિકાર થયેલી માસુમ બાળકીના પરિવારજનોને મળ્યા મંગલ પ્રભાત લોઢા.

Mangal Prabhat Lodha: આ પ્રસંગે મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, "મહિલાઓની સુરક્ષા એ વહીવટીતંત્રની જવાબદારી છે. તેથી, કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. આપણે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે સંગઠિત થવું પડશે.

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha:  ચાંદિવલીના સંઘર્ષ નગર વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષના કટ્ટરપંથી યુવકે થોડા દિવસો પહેલા ત્રણ વર્ષની દલિત બાળકીનું યૌન શોષણ ( Sexual Assault ) કર્યું હતું. રાજ્યનાં કેબિનેટ મંત્રી અને મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ હાલમાં જ પીડિત પરિવારની મુલાકાત લઇને તેને સાંત્વના આપી અને સમગ્ર ઘટનાની જાણકારી લીધી હતી. પીડિતાની માતાએ માંગણી કરી છે કે જાતીય શોષણ કરનાર યુવકને તેના કૃત્ય માટે તાત્કાલિક સજા મળવી જોઈએ અને અનુસૂચિત જાતિની યુવતીનું ( Scheduled Caste Girl ) શોષણ કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઇએ. મંત્રી લોઢાએ પ્રશાસનને આ માંગ પર તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. કટ્ટરપંથી યુવક સામે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Join Our WhatsApp Community
Mangal Prabhat Lodha met the family of the innocent girl who was sexually assaulted in Chandivali.

Mangal Prabhat Lodha met the family of the innocent girl who was sexually assaulted in Chandivali.

આ પ્રસંગે મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “મહિલાઓની સુરક્ષા એ વહીવટીતંત્રની જવાબદારી છે. તેથી, કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. આપણે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે સંગઠિત થવું પડશે. આ રાજમાતા જીજાઉ અને પુણ્યસ્લોક અહિલ્યાબાઈ હોલકરનું મહારાષ્ટ્ર છે, જે લોકો ગુનેગારો અને ગુંડાઓને સમર્થન આપવાનો પ્રયાસ કરશે તેમની સામે પણ આકરાં પગલા લેવાશે. પાલક મંત્રી તરીકે લોઢાઐ ટૂંક સમયમાં પગલાં લેવાની ખાતરી પણ આપી હતી.”

Mangal Prabhat Lodha met the family of the innocent girl who was sexually assaulted in Chandivali.

પીડિતાના પરિવારને મળતા પહેલા પાલક મંત્રી લોઢાએ ચાંદીવલી ( Chandivali ) બુદ્ધ વિહારની મુલાકાત લીધી હતી અને ભગવાન ગૌતમ બુદ્ધના દર્શન કર્યા હતા. આ ઘટના અંગે સ્થાનિક નવ-બૌદ્ધ સમુદાયની ( Buddhist community ) લાગણીઓને સમજવા માટે તેમણે સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરી હતી.

Mangal Prabhat Lodha met the family of the innocent girl who was sexually assaulted in Chandivali.

આ સમાચાર પણ વાંચોઃ Mpox Virus Outbreak : ખતરાની ઘંટી વાગી ગઈ? મંકીપોક્સ મામલે ભારત સરકાર એલર્ટ, બોર્ડર અને એરપોર્ટ પર સતર્કતા વધી

યુવકે પીડિતાની આંખમાં આંગળીઓ નાખીને પીડિતાના ભાઈને ઘાતક અત્યાચાર દરમિયાન કંઈ ન દેખાય તે માટે તેને ઈજા પહોંચાડી હતી. પીડિત બાળકી અને તેનો ભાઈ બંને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ યુવકના માતા-પિતાએ પીડિતાના પરિવારજનોને આ અંગે અવાજ ઉઠાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કટ્ટરવાદીઓ દ્વારા અન્ય ધર્મની મહિલાઓની સતામણી ચાંદીવલી પોલીસ સ્ટેશનની હદમાં અવારનવાર થતી રહી છે. આ ગુનેગારોને સમર્થન આપવા માટે વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને, શું અહીં લવ જેહાદ ચલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Mangal Prabhat Lodha met the family of the innocent girl who was sexually assaulted in Chandivali.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version