ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેની જિલેટીન સ્ટિકથી ભરેલી સ્કોર્પિયો મુકેશ અંબાણીના એન્ટિલિયા આગળ ઊભી હતી જેની તપાસ થાણે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. તાજેતરમાં પોલીસ અધિકારીઓને ભિવંડીમાંથી 12,000 જિલેટીન સ્ટિકનો જથ્થો મળી આવ્યો છે અને આ જથ્થો શું સચિન વઝે સાથે જોડાયેલો છે કે કેમ એ વાતની તપાસ કરવામાં આવી રહી છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચે સોમવારે રાત્રે ભિવંડીમાં કરવાલી સ્થિત મિત્તલ એન્ટરપ્રાઇઝીસ ઑફિસના સ્ટોર રૂમ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી ડેક્કન કંપનીની 12,000 જિલેટીન સ્ટીક અને 3008 સોલાર અને ડિટોનેટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે 53 વર્ષના ગુરુનાથ મહાત્રેની ધરપકડ કરી છે, જેને 22 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ જિલેટીન અને ડિટોનેટરનો ઉપયોગ બીજે કશે કરવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સચિન વઝે અને આ જિલેટીન સ્ટીક વચ્ચે કંઈક કનેક્શન છે કે નહીં એ મુદ્દો પણ તપાસ હેઠળ છે.
