Site icon

આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, પુણે, થાણે સહિત 23 સ્થળોએ પાડ્યા દરોડા, 224 કરોડની બેનામી સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પુણે અને થાણે સહિત ૨૩ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં ૨૨૪ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ દરોડા પાંચ રાજ્યોમાં ૨૩ થી વધુ સ્થળો પર પડ્યા છે. આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પુણે અને થાણેમાં યુનિકોર્ન સ્ટાર્ટ અપ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. આ પછી, આવકવેરા વિભાગે લગભગ ૨૨૪ કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા રવિવારે (૨૦ માર્ચ) આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ૯ માર્ચે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ૨૩ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે ટેક્સ બોર્ડે રવિવારે આ અંગે નોટિસ જાહેર કરી હતી. 

Join Our WhatsApp Community

આ સ્ટાર્ટ-અપ કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સંબંધિત બિઝનેસ સાથે જાેડાયેલી છે. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૬ હજાર કરોડથી વધુ છે. આ કંપનીનો બિઝનેસ સમગ્ર ભારતમાં ફેલાયેલો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને ૨૨ લાખ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો : શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. 

આ કંપની બોગસ ટ્રેડિંગ પ્રવૃતિઓમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ કંપની વિશે જાણવા મળ્યું છે કે તેણે મોટી માત્રામાં બિનહિસાબી રોકડ ખર્ચ કરીને મિલકતો ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. તેમની સામેના પુરાવાઓને સામે રાખીને ગ્રુપના ડાયરેક્ટરોની સામે તેમની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો છે કે તેની પાસે ૨૨૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 

ગ્રુપના ડિરેક્ટરને દંડ સાથે બાકી વેરો ચૂકવવાની ઓફર કરી છે. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે યુનિકોર્ન ગ્રૂપે તેના સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ્‌સમાં ઘણાં બહારના નાણાંનું રોકાણ કર્યું છે. આ જૂથ મોરેશિયસમાં ખૂબ ઊંચા પ્રીમિયમ પર શેર આપીને પૈસા એકઠા કરતું હતું. દરોડા બાદ પૂછપરછમાં ગ્રુપ ડાયરેક્ટરોએ આ બાબતોની કબૂલાત કરી છે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version