Site icon

વિક્રોલી જવાનું હવે આસાન બનશે, પ્રશાસને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક ઉપરાંત આ રોડ પણ ચાલુ કર્યો;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પશ્ચિમ ઉપનગરથી પૂર્વ ઉપનગર જવા માટે જોગેશ્વરી-વિક્રોલી લિન્ક (JVLR) રોડનો ઉપયોગ કરનારાઓને ટ્રાફિકથી થોડી રાહત મળશે. JVLR પરના ટ્રાફિકને દૂર કરવા માટે સિપ્ઝ ગેટ નંબર-3થી આરે કૉલોનીમાં જતા જૂના રોડને ફરી ચાલુ કરવામાં આવનાર છે.  

જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર હાલ મેટ્રોનું કામ પણ ચાલી રહ્યું છે. એથી  ટ્રાફિકની સમસ્યા વધુ વકરી ગઈ છે. આ રસ્તો પશ્ચિમ ઉપનગર અને પૂર્વ ઉપનગરને  જોડે છે. સાથે જ સિપ્ઝ એરિયા અને અંધેરીમાં અનેક કંપનીઓ હોવાથી નવી મુંબઈ, થાણેથી આવનારા વાહનચાલકો પણ એનો ઉપયોગ કરે છે. એથી સવાર-સાંજ અહીં માથું દુખાવી નાખનારો ટ્રાફિક હોય છે. એમાં પણ સિપ્ઝથી કોલાબા વચ્ચેની મેટ્રો ચાલુ થયા બાદ આ સમસ્યા વધુ વકરવાની શક્યતા છે.

એથી ટ્રાફિકની સમસ્યા થોડી હળવી થાય એ માટે સિપ્ઝના મુખ્ય પ્રવેશદ્વાર-3થી આરે કૉલોનીમાં વાહનો સીધો પ્રવેશ કરે એવો પ્રયાસ ચાલી રહ્યો હતો. એ માટે અગાઉ અસ્તિત્વમાં રહેલા રસ્તાને ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યાવરણપ્રધાન અને ઉપનગરના પાલકપ્રધાન આદિત્ય ઠાકરે તથા પશુ અને દુગ્ધ વિકાસપ્રધાન સુનીલ કેદારે અને સંબંધિત અધિકારીઓએ આ બાબતે મિટિંગ કરી હતી, જેમાં આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

સેંકડો હૉસ્પિટલમાં દર્દીઓના જીવ પડીકે બંધાયેલા છે, હૉસ્પિટલમાં ગમે ત્યારે આગ લાગી શકે છે; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે પહેલાં આરે કૉલોનીમાં પ્રવેશ કરવા માટે  ચાર પ્રવેશદ્વારનો લોકો ઉપયોગ કરતા હતા. વેસ્ટર્ન હાઈ-વે પર ગોરેગામ અને આરે ચેકનાકા, પવઈ ચેકનાકા, વિજયનગર મરોલ ચેકનાકા અને આરે કૉલોની યુનિટ નંબર-19માં જવા માટે  સિપ્ઝ મુખ્ય પ્રવેશદ્વાર નંબર-3માં જૂની પ્રવેશચોકી હતી ત્યાંથી લોકો આવ-જા કરતા હતા.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version