મુંબઈના રસ્તા પરના ખાડાની સમસ્યા કરોડો રૂપિયા ખર્ચાયા છતાં યથાવત રહી છે
પાલિકાએ છેલ્લા ૨૪ વર્ષમાં ખાડા પૂરવા અને રસ્તાની જાળવણી પાછળ 21,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છતાં ખાડા સ્થિતિમાં ધાર્યા પ્રમાણે સુધારો થયો નથી
આમાંથી સૌથી વધુ ખર્ચ 2013-2014માં થયો હતો. એક વર્ષમાં રસ્તાના સમારકામ પાછળ 3,201 કરોડ રૂપિયા વપરાયા હતા. ત્યારબાદ તરત જ 2015માં રસ્તાના સમારકામ નું કૌભાંડ બહાર આવ્યું હતું.
અંધેરીના વિધાનસભ્ય અમિત સાટમે આરટીઆઇ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં જણાવ્યું હતું કે 1997થી અત્યાર સુધીમાં 21 હજાર કરોડનો ખર્ચ રસ્તાના સમારકામ પાછળ કરવામાં આવ્યો છે.