News Continuous Bureau | Mumbai
Jaipur Mumbai Express Firing : 31 જુલાઈ, 2023ના રોજ, જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં સવારે છ વાગ્યાની આસપાસ ફાયરિંગની ( Firing ) ઘટના બની હતી. RPF જવાને 31મી જુલાઈના રોજ પોતાના સાથીદાર સાથે મુસાફરો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આરપીએફ જવાનના સાથીદાર સહિત 4 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટના દહિસર અને મીરારોડ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. ઘટના બાદ લોકો પાયલોટે તરત જ ટ્રેન રોકી દીધી હતી. જે બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે ( Mumbai Police ) તેની ધરપકડ કરી હતી.
આરોપી છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો…
હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ફાયરિંગ કેસમાં અન્ય બે આરપીએફ જવાનોને ( RPF personnel ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને જવાન એક્સપ્રેસમાં થયેલા ફાયરિંગના પ્રત્યક્ષદર્શી હતા . ફરજ બજાવવામાં નિષ્ફળતા માટે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને જવાનોની ઝીણવટભરી તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેઓએ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નહતી.
આ સમાચાર પણ વાંચો : Elon Musk : ચીનને કારણે રેકોર્ડ નુકસાન, મસ્કને રુ. 3.3 લાખ કરોડનું નુકસાન.. જાણો શું છે કારણ..
ઉલ્લેખનીય છે કે, જ્યારે મુસાફરો પર આ ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો , ત્યારે આમાંથી એક જવાન એક્સપ્રેસ ટ્રેનના ટોઇલેટમાં છુપાય ગયો હતો, જ્યારે બીજાએ કાર્યવાહી કરવાને બદલે દર્શકની ભૂમિકા ભજવી હતી. 31 જુલાઈના રોજ એક્સપ્રેસ ટ્રેનમાં ( express train ) ફાયરિંગમાં RPF ASI સહિત ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ કેસમાં આરોપી આરપીએફ જવાનની ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ મામલામાં વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે તે છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો. જે બાદ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. તેમ જ આરોપીઓએ પોલીસને તપાસમાં સહકાર આપ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.