Site icon

મુંબઈમાં Jio ફાઇબર ઈન્ટરનેટ નેટવર્કના કેબલ કાપવાની ઘટના થયો વધારો, પોલીસે આદરી તપાસ..

jio fiber cable cutting and internet service disruption started in mumbai

મુંબઈમાં Jio ફાઇબર ઈન્ટરનેટ નેટવર્કના કેબલ કાપવાની ઘટના થયો વધારો, પોલીસે આદરી તપાસ..

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વિસ્તરેલા જિયો ફાઈબર ઈન્ટરનેટ નેટવર્ક કેબલ કાપવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘણી જગ્યાએ Jio ફાઈબર ઈન્ટરનેટ કેબલ કપાઈ ગયા છે અને ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ છે. આ સંદર્ભે વિવિધ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. કેબલ કાપવાની ઘટનાઓ પાછળ અન્ય ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ અથવા સ્થાનિક ઇન્ટરનેટ કેબલ ઓપરેટરોનો હાથ હોવાની શંકા છે. જિયો ફાઈબર દ્વારા પૂરી પાડવામાં આવતી ઈન્ટરનેટ સેવાઓ અન્ય ઈન્ટરનેટ ઓપરેટરોને નુકસાન પહોંચાડી રહી છે, તેથી આવી ઘટનાઓ થઈ રહી છે.

Join Our WhatsApp Community

ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે ત્યારે રિલાયન્સની Jio Fiber Infocom Ltdએ ગ્રાહકોને આકર્ષવા માટે સસ્તા દરે સારા ઈન્ટરનેટ પેકેજ ઓફર કરવાનું શરૂ કર્યું છે. મુંબઈ સહિત ઘણા શહેરોમાં ગ્રાહકોએ અન્ય ઈન્ટરનેટ કનેક્શન્સથી પીઠ ફેરવી લીધી છે અને Jio Fiber સેવાઓ લીધી છે.

આ સમાચાર પણ વાંચો: ભારતીય બેંકોમાં નધણીયાતા 35000 કરોડથી વધુ રૂપિયા પડ્યા છે, કોણ માલીક કોને ખબર?

ગ્રાહકોને સસ્તી અને સારી સેવાઓ આપવાના Jio ફાઈબરના વલણે સ્થાનિક કેબલ ઓપરેટરો તેમજ ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ ગભરાટમાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બોરીવલી વિસ્તારમાં Jio ફાઈબર ઈન્ટરનેટ સેવા બંધ થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. 1 એપ્રિલે, બોરીવલીના હિના એલિગન્સ બિલ્ડિંગ અને સાંઈબાબા નગર વિસ્તારમાં Jio ફાઈબરનો ઈન્ટરનેટ કેબલ કપાઈ ગયો હતો, બીજી ઘટના બોરીવલી પશ્ચિમમાં ક્રોસ રોડ, IC કોલોનીમાં બની હતી, જેના કારણે આખો દિવસ ઇન્ટરનેટ સેવા બંધ રહી હતી. ઇન્ટરનેટ સેવામાં વિક્ષેપને કારણે ગ્રાહકને ભારે નુકસાન થયું હતું, પરંતુ Jio ફાઇબર કંપનીઓએ થોડા કલાકોમાં કેબલ કનેક્ટ કરીને ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરી હતી.

જિયો ફાઈબરના એક એન્જિનિયરે આ અંગે બોરીવલી અને MHB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને કેબલ કાપનાર વ્યક્તિને શોધવા માટે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version