Book Launch : જાણીતા પત્રકાર જીતેન્દ્ર દીક્ષિત ના પુસ્તક નું થયું વિમોચન, ‘મુંબઈ આફ્ટર અયોધ્યા’ 1992 પછી મુંબઈ શહેરમાં બનેલી તમામ ઘટનાઓની નોંધ લેતું પુસ્તક.

જીતેન્દ્ર દીક્ષિત એક જાણીતા રાષ્ટ્રીય પત્રકાર છે અને અત્યાર સુધી તેઓ છ પુસ્તક લખી ચૂક્યા છે. મુંબઈ આફ્ટર અયોધ્યા આ પુસ્તકમાં મુંબઈ શહેર માં જેટલી ઘટના અને દુર્ઘટનાઓ થઇ એ તમામ ની બારીકી ભરી વિગત નોંધવામાં આવી છે.

Book Launch : જાણીતા પત્રકાર જીતેન્દ્ર દીક્ષિત ના પુસ્તક નું થયું વિમોચન, ‘મુંબઈ આફ્ટર અયોધ્યા’ 1992 પછી મુંબઈ શહેરમાં બનેલી તમામ ઘટનાઓની નોંધ લેતું પુસ્તક.

News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પડાયા બાદ મુંબઈ શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ એક એવી ઘટના હતી કે ત્યાર પછી મુંબઈ પહેલા જેવું રહ્યું નહીં. મુંબઈ શહેરની અનેક વસ્તુઓ કાયમી ધોરણે બદલાઈ ગઈ. આજનું મુંબઈ શહેર અને આજથી ત્રીસ વર્ષ પહેલાંનું મુંબઈ શહેર એકમેકથી અલગ છે. તો પછી આખરે મુંબઈ શહેરમાં કયા બદલાવ આવ્યા? શી રીતે મુંબઈ શહેરની શકલ બદલાઈ ગઈ? તેમજ આ શહેરમાં નોંધવાલાયક ઘટનાઓ કેટલી હતી તે તમામ વિગતો પુસ્તકમાં ( book ) ઉપલબ્ધ છે. 

Join Our WhatsApp Community

Jitendra Dixit book release, Mumbai after Ayodhya

પુસ્તક વિમોચન કાર્યક્રમ.

હાલમાં જ મુંબઈ શહેર સ્થિત પ્રેસ ક્લબમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ એન સિંગ, એબીપી ન્યુઝ ના મુખ્ય સંપાદક રાજીવ ખાંડેકર, ની હાજરીમાં આ ( Mumbai after Ayodhya ) પુસ્તક વિમોચનનો ( book release ) કાર્યક્રમ પાર પડ્યો. કાર્યક્રમ દરમ્યાન ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ એન સિંગે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહીમ કદી નોંધપાત્ર ગુંડો નહોતો. તે એક સામાન્ય ગલી ગુંડો હતો. પરંતુ મુંબઇ શહેરના સમાજ, બોલિવૂડ અને વેપારીઓની તેમજ રાજનેતાઓની મિલીભગતને કારણે તેને એક દરજ્જો મળ્યો. એક સમયે આ ગુંડો પઠાણ ગેંગ થી કરીને મુંબઈ છોડીને ભાગી ગયો હતો. પરંતુ સામાજિક સ્વીકારતા ને કારણે તે ખૂંખાર અને ખતરનાક બની ગયો. સમય જતા એ તમામ લોકોને ભારે પડ્યો. સમાજે આ ઉદાહરણ પરથી શીખ લેવાની જરૂર છે કે કોઈ પણ નકારાત્મક વસ્તુને પ્રોત્સાહન આપવું નહીં. તેમણે જીતેન્દ્ર દિક્ષીતના ( Jitendra Dixit )  પુસ્તકના ભારોભાર વખાણ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  ‘પઠાણ’ ફિલ્મ ના ગીત પરના હંગામા વચ્ચે શાહરૂખ ખાને આપ્યો ફેન્સને સંદેશ,સોશિયલ મીડિયા ને લઇ ને કહી આ વાત

આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે પધારેલા એબીપી ન્યુઝ ના સંપાદક રાજીવ ખાંડેકર એ જણાવ્યું કે એક જમાનામાં મુંબઈ કા બાબુ નામની ફિલ્મ આવી હતી અને ત્યારબાદ બીજી ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ હતું દિલ્હી કા ઠગ. જે તે સમયે સમાજની વ્યવસ્થા પ્રમાણે આ ફિલ્મો બનાવવામાં આવી હતી. આજના સમાજને અનુલક્ષીને ફિલ્મ બનાવવી હોય તો મુંબઈ કા બાબુ બનાવવી કઠણ છે. કારણ કે મુંબઈ શહેરની પરિસ્થિતિ અને અહીંના લોકો પૂરી રીતે બદલાઈ ગયા છે.

આ પુસ્તકમાં ખરેખર શું છે

જીતેન્દ્ર દીક્ષીતના આ પુસ્તકમાં તલસ્પર્શી વિગતો અને માહિતીઓ એકઠી કરીને નોંધવામાં આવી છે. આ પુસ્તકમાં તેમના વ્યક્તિગત અનુભવો પણ ટાંકવામાં આવ્યા છે. જે કોઇ વ્યક્તિને ગત 30 વર્ષોમાં મુંબઈ શહેરમાં કઇ મહત્વપૂર્ણ ઘટનાઓ બની તેની જાણકારી મેળવવી હોય તો આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો:  Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?

જે કોઇ વ્યક્તિને આ બહુમૂલ્ય પુસ્તક ખરીદવો હોય તે નીચેની લીંક પર ક્લિક કરીને મેળવી શકે છે.

Get the book here: https://amzn.to/3g4N0KJ

Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Mumbai Cyber Crime: મુંબઈ સાયબર ફ્રોડ: બેંકમાં નોકરીના બહાને મહિલા સાથે ₹૧૧.૨૮ લાખની ઠગાઈ
Dahisar Check Naka: દહિસર ચેક નાકા: નકલી અકસ્માતનું નાટક કરી ₹24.53 લાખના આઈફોન અને મેમરી કાર્ડની લૂંટ
Mumbai Police: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર રવિ પૂજારીની ૧૦ વર્ષ જૂના ખંડણી કેસમાં ધરપકડ
Exit mobile version