Site icon

Job Fraud in Mumbai: મોરેશિયસમાં નોકરીની લાલચ આપી એરપોર્ટ પર કામદારોને નોંધારા મૂકી એજન્ટ ₹4.42 લાખ લઈ ફરાર

Job Fraud in Mumbai: મુંબઈના BKC માં ઠગ એજન્ટનો આતંક; નકલી વિઝા અને ટિકિટ આપી ફિટર કામદારો સાથે કરી છેતરપિંડી, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

Job Fraud in Mumbai Agent Escapes with ₹4.42 Lakh After Promising Jobs in Mauritius

Job Fraud in Mumbai Agent Escapes with ₹4.42 Lakh After Promising Jobs in Mauritius

News Continuous Bureau | Mumbai

Job Fraud in Mumbai: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વિદેશમાં આકર્ષક નોકરી અને ઊંચા પગારની લાલચ આપી નિર્દોષ લોકોને છેતરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. તાજેતરમાં મોરેશિયસમાં ફિટર તરીકે નોકરી અપાવવાના બહાને ચાર કામદારો પાસેથી ₹4.42 લાખ પડાવી લેનાર એક ઠગ એજન્ટ વિરુદ્ધ BKC પોલીસે ગુનો નોંધ્યો છે. એજન્ટે આ કામદારોને મુંબઈ એરપોર્ટ પર બોલાવીને ત્યાંથી ગાયબ થઈ જઈ તેમને છેતર્યા હોવાનું સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

ભોગ બનનાર કામદારોએ ઠાણેના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે તેમનો વિશ્વાસ જીતવા માટે અસલ પાસપોર્ટ લઈ લીધા હતા અને વિઝા પ્રોસેસિંગના નામે ઓનલાઈન હપ્તે-હપ્તે નાણાં મંગાવ્યા હતા. કામદારોને કોઈ શંકા ન જાય તે માટે આરોપીએ વોટ્સએપ પર વિઝા અને ફ્લાઇટ ટિકિટની નકલી PDF નકલો પણ મોકલી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ

એરપોર્ટ પર ફૂટ્યો ભાંડો

નિર્ધારિત દિવસે એજન્ટે ચારેય કામદારોને પ્રસ્થાન માટે મુંબઈ એરપોર્ટ પર બોલાવ્યા હતા. વિદેશ જવાના સપના સાથે કામદારો એરપોર્ટ પહોંચ્યા, પરંતુ ત્યાં કલાકો સુધી રાહ જોયા બાદ પણ એજન્ટનો પત્તો નહોતો. જ્યારે તેમણે એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ મળ્યો હતો. એરપોર્ટ પર તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને આપવામાં આવેલા વિઝા અને ટિકિટ બંને નકલી હતા.

ઉછીના નાણાં લાવી એજન્ટને આપ્યા હતા

આ છેતરપિંડીમાં ચાર કામદારોએ કુલ ₹4,42,000 ગુમાવ્યા છે. કોઈએ ₹1.19 લાખ તો કોઈએ ₹95,000 જેવી રકમ દેવું કરીને કે ઉછીની લાવીને એજન્ટને આપી હતી. BKC પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને નકલી દસ્તાવેજો બનાવવા બદલ FIR નોંધી છે. પોલીસને આશંકા છે કે આ આરોપીએ અન્ય અનેક બેરોજગાર યુવાનોને પણ આ જ રીતે શિકાર બનાવ્યા હોઈ શકે છે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version