Site icon

Job Fraud in Mumbai: મુંબઈ: નેવીમાં નોકરી અપાવવાના બહાને ‘બેસ્ટ’ની મહિલા કંડક્ટર સાથે ₹2.01 લાખની ઠગાઈ

Job Fraud in Mumbai: નકલી નેવી ઓફિસર બની ઠગે મહિલાને જાળમાં ફસાવી; દીકરીઓને ક્લાર્ક બનાવવાની લાલચ આપી પડાવ્યા લાખો રૂપિયા, ઘાટકોપર પોલીસ મથકે ફરિયાદ.

Job Fraud in Mumbai BEST Female Conductor Duped of ₹2.01 Lakh over Fake Navy Job Promise

Job Fraud in Mumbai BEST Female Conductor Duped of ₹2.01 Lakh over Fake Navy Job Promise

News Continuous Bureau | Mumbai

 મુંબઈમાં સરકારી નોકરીની લાલચ આપી નિર્દોષ લોકોને છેતરતી ટોળકીઓ ફરી બેફામ બની છે. તાજેતરમાં ઘાટકોપર વિસ્તારમાં રહેતી અને બેસ્ટ (BEST) માં મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવતી એક મહિલા સાથે ભારતીય નૌકાદળમાં નોકરી અપાવવાના બહાને ₹2.01 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાને નૌકાદળના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવી આ ગુનો આચર્યો હતો.

Join Our WhatsApp Community

બસ સ્ટોપ પર થઈ હતી ઓળખાણ

આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફરિયાદી મહિલા જે.જે. હોસ્પિટલ બસ સ્ટોપ પર પોતાની ફરજ પર હતી. તે સમયે આરોપી ત્યાં આવ્યો અને પોતાની ઓળખ નેવી ઓફિસર તરીકે આપી હતી. તેણે મહિલાને વિશ્વાસમાં લીધી કે તેનો નૌકાદળમાં મોટો પ્રભાવ છે અને તે મહિલાની બે દીકરીઓને ક્લાર્કની કાયમી સરકારી નોકરી અપાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Job Fraud in Mumbai: મોરેશિયસમાં નોકરીની લાલચ આપી એરપોર્ટ પર કામદારોને નોંધારા મૂકી એજન્ટ ₹4.42 લાખ લઈ ફરાર

નકલી દસ્તાવેજો બતાવી ખંખેર્યા લાખો રૂપિયા

મહિલાનો વિશ્વાસ જીતવા માટે ઠગ દ્વારા નકલી આઈડી કાર્ડ અને એપોઈન્ટમેન્ટ લેટર પણ બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ, યુનિફોર્મની સિલાઈ, હોસ્ટેલ ફી અને સિક્યોરિટી ડિપોઝિટ જેવા વિવિધ બહાના હેઠળ આરોપીએ કટકે-કટકે કુલ ₹2,01,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.

INS શિકરા ઓફિસે ફૂટ્યો ભાંડો

જ્યારે ટ્રેનિંગ અને જોઈનિંગની તારીખો વારંવાર લંબાતી ગઈ, ત્યારે મહિલાને શંકા ગઈ હતી. સત્ય જાણવા માટે તે કુલાબા સ્થિત INS શિકરા (INS Shikra) ઓફિસે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ નામનો કોઈ વ્યક્તિ ત્યાં ફરજ બજાવતો નથી અને તેની પાસે રહેલા તમામ દસ્તાવેજો નકલી છે. છેતરપિંડીનો અહેસાસ થતા મહિલાએ ઘાટકોપર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હાલ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version