Site icon News Continuous Bureau | Mumbai

Job Fraud in Mumbai: મુંબઈ: નેવીમાં નોકરી અપાવવાના બહાને ‘બેસ્ટ’ની મહિલા કંડક્ટર સાથે ₹2.01 લાખની ઠગાઈ

Job Fraud in Mumbai: નકલી નેવી ઓફિસર બની ઠગે મહિલાને જાળમાં ફસાવી; દીકરીઓને ક્લાર્ક બનાવવાની લાલચ આપી પડાવ્યા લાખો રૂપિયા, ઘાટકોપર પોલીસ મથકે ફરિયાદ.

Job Fraud in Mumbai BEST Female Conductor Duped of ₹2.01 Lakh over Fake Navy Job Promise

Job Fraud in Mumbai BEST Female Conductor Duped of ₹2.01 Lakh over Fake Navy Job Promise

News Continuous Bureau | Mumbai

 મુંબઈમાં સરકારી નોકરીની લાલચ આપી નિર્દોષ લોકોને છેતરતી ટોળકીઓ ફરી બેફામ બની છે. તાજેતરમાં ઘાટકોપર વિસ્તારમાં રહેતી અને બેસ્ટ (BEST) માં મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવતી એક મહિલા સાથે ભારતીય નૌકાદળમાં નોકરી અપાવવાના બહાને ₹2.01 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાને નૌકાદળના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવી આ ગુનો આચર્યો હતો.

Join Our WhatsApp Channel

બસ સ્ટોપ પર થઈ હતી ઓળખાણ

આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફરિયાદી મહિલા જે.જે. હોસ્પિટલ બસ સ્ટોપ પર પોતાની ફરજ પર હતી. તે સમયે આરોપી ત્યાં આવ્યો અને પોતાની ઓળખ નેવી ઓફિસર તરીકે આપી હતી. તેણે મહિલાને વિશ્વાસમાં લીધી કે તેનો નૌકાદળમાં મોટો પ્રભાવ છે અને તે મહિલાની બે દીકરીઓને ક્લાર્કની કાયમી સરકારી નોકરી અપાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Job Fraud in Mumbai: મોરેશિયસમાં નોકરીની લાલચ આપી એરપોર્ટ પર કામદારોને નોંધારા મૂકી એજન્ટ ₹4.42 લાખ લઈ ફરાર

નકલી દસ્તાવેજો બતાવી ખંખેર્યા લાખો રૂપિયા

મહિલાનો વિશ્વાસ જીતવા માટે ઠગ દ્વારા નકલી આઈડી કાર્ડ અને એપોઈન્ટમેન્ટ લેટર પણ બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ, યુનિફોર્મની સિલાઈ, હોસ્ટેલ ફી અને સિક્યોરિટી ડિપોઝિટ જેવા વિવિધ બહાના હેઠળ આરોપીએ કટકે-કટકે કુલ ₹2,01,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.

INS શિકરા ઓફિસે ફૂટ્યો ભાંડો

જ્યારે ટ્રેનિંગ અને જોઈનિંગની તારીખો વારંવાર લંબાતી ગઈ, ત્યારે મહિલાને શંકા ગઈ હતી. સત્ય જાણવા માટે તે કુલાબા સ્થિત INS શિકરા (INS Shikra) ઓફિસે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ નામનો કોઈ વ્યક્તિ ત્યાં ફરજ બજાવતો નથી અને તેની પાસે રહેલા તમામ દસ્તાવેજો નકલી છે. છેતરપિંડીનો અહેસાસ થતા મહિલાએ ઘાટકોપર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હાલ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version