Site icon News Continuous Bureau | Mumbai

Jogeshwari Police જોગેશ્વરી પોલીસની સરાહનીય કામગીરી ટીશર્ટ પર લખેલા નામની મદદથી ગુમ થયેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન

Jogeshwari Police બોલી ન શકતા ૮ વર્ષના ખાસ બાળકને ત્વરિત સતર્કતા દાખવીને પોલીસે હેમખેમ તેના માતાપિતા સુધી પહોંચાડ્યો

Jogeshwari Police  જોગેશ્વરી પોલીસની સરાહનીય કામગીરી ટીશર્ટ પર લખેલા નામની મદદથી ગુમ થયેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન

Jogeshwari Police જોગેશ્વરી પોલીસની સરાહનીય કામગીરી ટીશર્ટ પર લખેલા નામની મદદથી ગુમ થયેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Jogeshwari Police મુંબઈ (Mumbai) ના જોગેશ્વરી (Jogeshwari) પોલીસ સ્ટેશને પોતાની ઉત્તમ સતર્કતા અને ત્વરિત કાર્યવાહીનું એક શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોગેશ્વરી પોલીસે માત્ર એક ટીશર્ટ પર છપાયેલા શાળાના નામની મદદથી ૮ વર્ષના એક ગુમ થયેલા દિવ્યાંગ (Specially Abled) બાળકને ગણતરીના કલાકોમાં જ તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું હતું. બોલી ન શકવા અસમર્થ એવા આ બાળકને પોલીસે પોતાની કુશળતાપૂર્વક તેના સ્વજનો સુધી પહોંચાડ્યો હતો.

Jogeshwari Police – ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રડતી હાલતમાં મળી આવ્યો દિવ્યાંગ માસૂમ બાળક

જોગેશ્વરી પૂર્વ વિસ્તારમાં સુભાષ રોડ પર આવેલા એક ટી સ્ટોલ પાસે રૂટીન ફૂટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીની નજર ૭ થી ૮ વર્ષની વયના એક બાળક પર પડી જે ખૂબ જ રડી રહ્યો હતો. પોલીસે જ્યારે તેની સાથે પ્રેમથી વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બાળક બોલવામાં અસમર્થ હોવાથી માત્ર ‘અબ્બા’ અને ‘અમ્મા’ જેવા શબ્દો જ બોલી શકતો હતો.

Jogeshwari Police -બાળકે પહેરેેલા બીએમસી સ્કૂલના ટી-શર્ટથી મળી તપાસની સાચી દિશા

આ દરમિયાન પોલીસકર્મીની નજર બાળકે પહેરેલા ટી-શર્ટ પર ગઈ, જેના પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હિન્દી શાળાનું નામ છપાયેલું હતું. પોલીસે સમય વેડફ્યા વિના તરત જ તે શાળાનો સંપર્ક સાધ્યો હતો. જો કે બાળક હાલ તે શાળામાં ન ભણતો હોવા છતાં, શાળાના સ્ટાફે જણાવ્યું કે આ ટી-શર્ટ તેને પ્રવેશ વખતે આપવામાં આવ્યું હતું.

Jogeshwari Police – વિશેષ શાળાની મદદથી માતા-પિતાનો સંપર્ક કરી બાળકને કરાયો સુપરિપોત

શાળાના રેકોર્ડની ઝીણવટભરી તપાસ બાદ જાણવા મળ્યું કે બાળક હાલ એક વિશેષ શાળામાં અભ્યાસ કરે છે. પોલીસે તરત જ તે વિશેષ શાળાનો સંપર્ક કરીને શિક્ષિકાની મદદથી બાળકની ઓળખ કરી અને તેના માતા-પિતાના નંબરો મેળવ્યા. અંતે, માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવીને તમામ ખાતરી બાદ બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Cyber FIR AI Morphed Videos મહારાષ્ટ્ર સાયબરની કડક કાર્યવાહી વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીના એઆઈમોર્ફ્ડ વીડિયો મામલે એફઆઈઆર દાખલ

Versova Filmmaker Flat Burglary વર્સોવામાં ફિલ્મ નિર્માતાના બંધ ફ્લેટમાંથી ₹૧૭ લાખની ચોરી બે રીઢા તસ્કરો ઝડપાયા, રોલેક્સ ઘડિયાળ સહિત ₹૧૪.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત
Goregaon Bank Locker Theft ગોરેગાંવમાં બેંક લોકરમાંથી ₹૬૬.૨૫ લાખના દાગીનાની ચોરી ડુપ્લિકેટ ચાવી બનાવનાર પૂર્વ કર્મચારી આ રાજ્યમાંથી ઝડપાયો
Malwani Police Heroin Seizure માલવણી પોલીસે ₹૭૮.૯૦ લાખનું હેરોઇન ઝડપ્યું નાલાસોપારાથી ૧૯ વર્ષીય પેડલરની ધરપકડ, તાર ઉત્તરાખંડ સુધી જોડાયા
Andheri Open Drain Garbage Dumping અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..
Exit mobile version