Site icon

મુંબઈગરાઓ માટે સારા સમાચાર- આ જગ્યાએ બનશે સાતમું રેલવે ટર્મિનસ- પશ્ચિમ ઉપનગર માં રહેનાર લોકોને રાહત મળશે

Mumbai: Pathway of Jogeshwari station foot over bridge to be shut for 6th line work

મુસાફરોની સુવિધામાં અગવડ, જોગેશ્વરી સ્ટેશન પરનો આ પદયાત્રી પુલ આ તારીખ સુધી રહેશે બંધ..

News Continuous Bureau | Mumbai

મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) , સીએસએમટી (CSMT), દાદર, બાંદ્રા ખાતે લાંબા અંતરની ટ્રેનોના ભારણને હળવા કરવા જોગેશ્વરી (Jogeshwari) ખાતે ટર્મિનસ બનાવવામાં આવશે. જો જોગેશ્વરીમાં ટર્મિનસ (terminus) બનાવવામાં આવશે તો તે મુંબઈનું સાતમું ટર્મિનસ હશે. હાલ આ ટર્મિનસનું ડ્રોઈંગ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે ટર્મિનસનું નિર્માણ કાર્ય આગામી 8 થી 10 મહિનામાં શરૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

નવું ટર્મિનસ બનાવવાનો નિર્ણય

લાંબા અંતરની ટ્રેનોના વધતા ભારને જોતા, કેટલાક વધુ ટર્મિનસની જરૂર પડશે તેવું રેલવે ઓથોરિટીને (Railway Authority) લાગી રહ્યું છે. દરમિયાન મધ્ય રેલવે પર પનવેલમાં (Panvel) ટર્મિનસના કામને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. મેલ-એક્સપ્રેસ ટ્રેનો (Mail-Express Trains) CSMT, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રાથી ઉપડે છે. પરંતુ જગ્યાના અભાવે ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે પશ્ચિમ રેલવે પર જોગેશ્વરીમાં ટર્મિનસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  આખરે આ રાજનૈતિક પાર્ટી મુંબઈગરાઓની મદદે આવી- મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે મુંબઈમાં મુસાફરોને સીટબેલ્ટ નો ઉપયોગ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં- હવે આંદોલન પણ કરશે

જોગેશ્વરી ટર્મિનસ (Jogeshwari Terminus) માટે ડ્રોઈંગ પ્રક્રિયા ચાલુ છે. આ કામ પૂર્ણ થયા બાદ રેલવે ટ્રેક, પ્લેટફોર્મ વગેરે જેવા કામો અને પ્રોજેક્ટના અમલીકરણ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. જોગેશ્વરી ટર્મિનસનું કામ શરૂ થતાં હજુ 8 મહિનાનો સમય લાગશે. આ માટે રૂ. 69 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version