Site icon News Continuous Bureau | Mumbai

ગોરેગાંવ – બોરીવલી સ્ટેશનની વચ્ચે રહેતાં લોકો માટે મોટા સમાચાર.. રવિવાર,13 સપ્ટેમ્બરના રોજ જમ્બો બ્લોક રહેશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 સપ્ટેમ્બર 2020

વેસ્ટર્ન રેલવેના ટ્રેકસ, સિગ્નલ અને ઓવરહેડ સાધનોની જાળવણીની કામગીરી કરવા માટે, રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ બોરીવલીથી- ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉન 'સ્લો' લાઇનો પર પાંચ કલાકનો મોટો બ્લોક લેવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન, બધી ડાઉન સ્લો લાઈન વિશેષ કરીને ઉપનગરીય સેવાઓ ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશન વચ્ચે ફાસ્ટ લાઇન પર ચાલશે. એ જ રીતે, અપની સ્લો લાઇન વિશેષ ઉપનગરીય સેવાઓ બોરીવલી અને અંધેરી સ્ટેશન વચ્ચે ફાસ્ટ લાઇન પર ચાલશે. આથી, રામ મંદિર સ્ટેશન પર આ ટ્રેનો અટકશે નહીં. વળી, બોરીવલી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને 4 થી કોઈ પણ ટ્રેનની કાર્યવાહી કરવામાં આવશે નહીં. મુસાફરોને ઉપરોક્ત વ્યવસ્થાની નોંધ લેવા વિનંતી છે

સેન્ટ્રલ રેલ્વેએ 13.09.2020 ને રવિવારે સેન્ટ્રલ લાઇન અને હાર્બર લાઇન માટેના મેગા બ્લોકની વિગતો પણ જાહેર કરી છે. જેમાં સેન્ટ્રલ રેલ્વે, મુંબઇ ડિવિઝને 13.09.2020 ના રોજ વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો કરવા માટે મેઇન લાઇન 5 અને 6  પર મેગા બ્લોકનું સંચાલન કરશે.

સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વે, બંને રેલ્વે ઝોન હેઠળ રેક્સ, પાટા, સિગ્નલ્સ જેવા કામોના સમારકામ અને રખરખાવ તેમજ  અન્ય સંબંધિત કામોની જાળવણી માટે મોટાભાગે રવિવારે જ મેગા બ્લોક અને જમ્બો બ્લોક જાહેર કરવામાં આવે છે. અહીં એક નોંધપાત્ર વાત એ છે કે 'સેન્ટ્રલ રેલ્વેના ટ્રેન બ્લોકને મેગા બ્લોક' અને 'વેસ્ટર્ન રેલ્વેના ટ્રેન બ્લોકને જમ્બો બ્લોક કહેવામાં આવે છે.'

Kurla Ganesh Murti Collapse આગમન સોહળામાં મોટી દુર્ઘટના! કુર્લામાં 15 ફૂટ ઊંચી બાપ્પાની મૂર્તિ અચાનક ઢળી પડી; ભક્તોમાં નાસભાગ મચી, 2 ઘાયલ
Mumbai Coastline Climate Risk Assessment મુંબઈ ડૂબવાની અણી પર? અરબી સમુદ્રની સપાટી વધતાં BMC એક્શનમાં, 149 કિમી કોસ્ટલ બેલ્ટનું શરૂ કરાશે સેફ્ટી ઓડિટ
ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Exit mobile version